________________
અનુભવ રસ
જેમ નિરખે છે.
હે ચેતન ! તું જ તારો ભગવાન છો. તેનું તું ચિંતન કર. તારામાં જ પંચ પરમેષ્ટિ વસે છે. તે તું તારા સૂક્ષ્મ ઉપયોગે નિહાળ આમ કરવાથી સર્વ ભૂતો ભાગી જશે. મસ્તકના મધ્યભાગમાં બ્રહ્મરંધ્ર છે. આ સ્થાનમાં ધ્યાનદ્વારા આત્માની સ્થિરતા સધાય છે માટે આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રજીએ મસ્તકને ધ્યાનનું સ્થાન બતાવ્યું છે કારણ કે બ્રહ્મરંધ્રમાં આત્માના અસંખ્યાત પ્રદેશો વ્યાપેલા છે માટે જ નિશ્ચયનયથી આત્મા જ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સ્વરૂપ છે. એ તિરોદ્ગીત છે ૫રંતુ કર્યાવ૨ણ હટતાં તે આવિર્ભૂત થઈ, ૫૨મેષ્ટિ સ્વરૂપ બની જાય છે. દર્શન મોહનીય તથા ચારિત્રમોહનીય કર્મનો વિશેષ ક્ષયોપશમ થતાં આત્માના શુદ્ધ સ્વરૂપને જાણી શકાય છે, અર્થાત્ આત્મસ્વરૂપનો બોધ થાય છે. વિશ્વનાં અનંત જીવોમાં કોઈ વિરલ વ્યક્તિ જ આત્માના અસલ સ્વરૂપને પામે છે. સાધક જ્યારે આવી ઉચ્ચભૂમિકાને પ્રાપ્ત કરે છે ત્યારે સ્વરૂપદશાને ધ્રુવ તારાની જેમ સ્થિર નિહાળે છે.
૫૬
શ્રી બુદ્ધિસાગરજી મહારાજે લખ્યું છે કે “યોગમાર્ગની અપેક્ષાએ હૃદયથી મસ્તક સુધી જવા માટે સુષુમ્ના નાડી (બંકનાલરૂપ નાડી ) છે. ત્યાં થઈને બ્રહ્મરંધ્રમાં જવાય છે. તેથી સુષુમ્ના નાડીરૂપ બારી છે. ત્યાં આત્મ ઉપયોગ રાખી છેક બ્રહ્મરંધ્ર સુધી આત્મ ઉપયોગે ચડવું, ત્યાં તે પોતાના આત્માને ધ્રુવ તારાની જેમ સ્થિર જુએ છે.” આત્માની ધ્રુવતાના દર્શન એ જ પરમેષ્ટિદર્શન છે.
આ અવસ્થા આવતાં જેમ પ્રકાશ થતાં ભૂત ભાગી જાય છે તેમ પાંચેય ઇન્દ્રિયોના વિષયરૂપ ભૂત અજ્ઞાન અંધકારમાં આવી, ભાવ ભજવી જાય છે પરંતુ જ્યારે સૂક્ષ્મબોધની બારીમાંથી આત્મરવિનો ઝાંખો પ્રકાશ દેખાતાં, પાંચેય ભૂતો આત્માથી છૂટા પડી જાય છે અર્થાત્ ઇન્દ્રિય પ્રત્યેની મૂર્છાથી સાધક મુક્ત બની જાય છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે,
પંચ વિષયમાં રાગ-દ્વેષ વિરહિતતા પંચ પ્રમાદે ન મળે મનેને ક્ષોભજો.
સાધક પાંચ ઇન્દ્રિયોના વિષયમાં રાગ-દ્વેષ કરતો નથી તથા પાંચ પ્રમાદનું સેવન કરતો નથી. જેમ ધ્રુવ તારો નિશ્ચલ છે તેમ આત્મબોધરૂપ