________________
અનુભવ રસ પ્રકાશ નિશ્ચલ છે. અહીં કવિએ ધ્રુવ તારાનું અદ્ભુત દૃષ્ટાંત આપ્યું છે. આકાશમાં નક્ષત્ર કે રાશિના સ્થાનમાં ફેર થયા કરે છે પરંતુ ધ્રુવ તારો
જ્યાં છે ત્યાં જ સ્થિર રહે છે. આવી ધુવ જેવી નિશ્ચલ અદ્ભુત દશા આત્માનુભવીની હોય છે.
મસ્તકને કવિઓએ તથા લેખકોએ ઉત્તમાંગ કહ્યું છે. ત્યાં બ્રહ્મરંધ્ર રહેલું છે. જૈનદર્શન આત્માને શરીરવ્યાપી કહે છે. આત્મપ્રદેશોનું વિશેષ સ્થાન મસ્તક તથા હૃદયમાં બતાવેલું છે.
યોગસાધકો બ્રહ્મરંધ્રને સહસ્ત્રદળ કમળ કહે છે. તેમ ધાર્મિક પુરુષો પણ મસ્તકને કમળની ઉપમા આપે છે. જેમ કમળમાં મિષ્ટરસ હોય છે તેમ આત્મપ્રદેશોનો અપાર શાંત સુધારસ બ્રહ્મરંધમાંથી ઝરે છે. જેનો રસાસ્વાદ લઈ સાધક પરમાનંદ પરમશાંતિનો અનુભવ કહે છે,
યોગસાધકોની સાધનાનું દર્શન કરાવતા કવિ કહે છે, आशा मारी आसन धरी घटमें, अजपाजाप जगावे...। માનંદન” વેતનમય મૂરતિ, નાથ નિરંજન પાવે.અવધૂ... જના
આશાનો ત્યાગ કરી હૃદયરૂપ ઘટમાં સ્થિર ઉપયોગરૂપ આસન જમાવી વૈખરી વાણી વિના જો “સોહમ્” નો જાપ કરે તો સોધક આનંદસમૂહ ચૈતન્યમૂર્તિરૂપ નિરંજન પરમાત્મા દેવને પામે છે અને તે વખતે જાપ સ્વયંમેવ લયરૂપ બની જાય છે. અજપાજાપ ચાલુ થઈ જાય છે. કવિએ અહીં સાધકને ભલામણ કરી છે કે “હે સાધક! સંસારમાં આશા અને અપેક્ષા રાખ્યા વિના કાર્ય કર્યું જા અને આત્મઘરમાં આસન જમાવી દે.
યોગસાધકો મનની સ્થિરતા માટે વિવિધ પ્રકારનાં આસનો કરે છે ત્યારે ધ્યાન સાધકો આત્મઘરમાં આસન બીછાવી પોતાના જ્ઞાનદર્શનરૂપ ઉપયોગ જે બહાર ભટકી રહ્યો છે તેને સ્વમાં જોડવા અંતરંગમાં સોહમ' સોહમ' ધ્વનિનો જાપ કરે છે. આ પ્રકારના જાપમાં સ્કૂલ વચનપ્રયોગ ન હોય પરંતુ માનસિક જાપ કરતાં કરતાં “સોહું” શબ્દનો ઊલટો જાપ થવા લાગે છે. જેમકે “સોહં” નો “હંસો” અથવા “હંસ” નો જાપ કરતાં કરતાં જ્ઞાનસ્વરૂપ ચૈતન્યમૂર્તિ એવા નિરંજન આત્મદેવને પામે છે.