________________
અનુભવ રસ
૧૭૬
રહે છે, એટલે ક્યારેક હું પૃથ્વીરૂપે તો ક્યારેક પાણીરૂપે, અગ્નિ કે વાયુરૂપે તો વળી ક્યારેક વનસ્પતિરૂપે પણ હોઉં છું અને સર્વ સંસારી જીવો મારા બાહ્યરૂપ પ્રમાણે મારો પરિચય આપે એ સ્વાભાવિક છે તો પણ હું તો મારા સ્વભાવથી શુદ્ધાત્મા જ છું.
શ્રી યોગેન્દ્રદેવ પરમાત્મપ્રકાશમાં લખે છે,
“पुरिस पाउसाउ इत्थिणवि, णाणिउ मुणई असेसु” २ હું પુરુષ, નપુંસક કે સ્ત્રી સ્વરૂપ નથી. એ બધાં તો પુદ્ગલોનાં રૂપો છે. અર્થાત્ દેહનાં રૂપો છે. અખો ભગત કહે છે, અદ્રિમાં આકાશ તેહને, મહાકલા મુષક વિષે,
તેમ ભૌતિક ભાવના તિહાં નહીં, જે અણલિંગી આતમ લખે ભાઈ લિંગ તિહાં લેખા ઘણાં, અલિંગે લેખું કશું... ૩
આત્મલક્ષીને કોઈ લિંગ નથી કે લિંગભેદ પણ નથી. પણ હું જ્ઞાનસ્વરૂપ વિશ્વની સર્વ વસ્તુઓને જાણવાવાળો આત્મા છું. યથાર્થ તો હું મારા સ્વરૂપને જાણવાવાળો છું પણ જગતના પદાર્થો મારામાં પ્રતિબિંબિત થતાં હોવાથી પદાર્થ જણાય છે. વ્યવહારધર્મીઓ મારું સ્વરૂપ વ્યવહાર દૃષ્ટિથી જુએ છે અને તેથી વર્ગાદિ સ્વરૂપે મને ઓળખાવે છે પણ હું એવો નથી. યોગેન્દ્રદેવ લખે છે,
“ अप्पा गोरउ किण्डु ण वि अप्पा स्तुण होई” १
આત્મા શ્વેત, કાળો કે રાતો નથી પણ વર્ણાદરહિત તેની અવસ્થા છે. વર્ણાદિ તો પુદ્ગલના ગુણધર્મો છે ત્યારે હું તો ચૈતન્ય સ્વરૂપી આત્મા છું. પુદ્ગલ અને હું બંને ભિન્ન દ્રવ્ય છીએ. એટલે પુદ્ગલનાં ધર્મો મારામાં ક્યાંથી સંભવે ? છતાં સંસારીજીવો મારી ઓળખાણ પોત-પોતાની દૃષ્ટિએ આપે છે. હું તો બધી દશા તથા અવસ્થાથી જુદો છું અને જુદો રહું છું. કોઈ મને ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર કહે છે પણ હું તો એવો પણ નથી.
કબીર કહે છે,
हम वासी वो देशके, जहाँ जात वरन कुल नाहिं शब्द मिलावा हो रहा [पर] देह मिलावा नाहिं २
અમે તો તે દેશના મૂળ વતની છીએ કે જ્યાં કોઈ જાતિ-વર્ણ કે કુળ નથી. ત્યાં માત્ર શબ્દ મેળાપ થાય છે એક શરી૨ બીજા શરીરની મુલાકાત