________________
૧૭૩
શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે,
અનુભવ ૨સ
‘સર્વ પ્રકારનાં શાસ્ત્રોમાં અધ્યાત્મ શાસ્ત્ર ઉત્તમ છે. સર્વ પ્રકારનાં
જ્ઞાનમાં અધ્યાતમ જ્ઞાન ઉત્તમ છે.
"
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે,
‘અપ્પ નાળેળ મુળી દોડ્' આત્મજ્ઞાન વડે મુનિભાવ પ્રગટ થાય છે. માટે અધ્યાત્મ અનુભવરસ પાન કરી આત્મામાં શુદ્ધ ઉપયોગે રમણતા કરવી.
શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં અધ્યાત્મ રસપાનની વાત કરી છે પણ અનુભવરસ પાન અધ્યાત્મને જાણ્યા વિના થઈ શકે નહીં તેથી પ્રથમ અધ્યાત્મ બોધ પછી તેનું જ્ઞાન અને ત્યારબાદ ભાન. જેથી કે ચેતન ! અગમ એવા અનુભવ પ્યાલાનું સ્વરૂપ તું જાણી લે ને પછી તું પીજા. પીધા પછી જ તેની ખુમારી ચડશે. એ ખુમારીનો નશો તારા આત્માના અસંખ્યાત પ્રદેશે પ્રદેશે વ્યાપી જશે. તારામાં દિવ્યજ્ઞાન શક્તિ ખીલી ઉઠશે.
અધ્યાત્મયોગીઓ આવા ઉત્તમ અનુભવરસપાન કરવા સમર્થ બને છે. તેઓને અનુભવ રસપાન પછી કોઇપણ જાતની સ્પૃહા રહેતી નથી. તેઓ શેઠ–શ્રીમંત, રાજા કે ચક્રવર્તી, દેવો કે ચક્રવર્તી, દેવો કે ઇન્દ્રોની પણ ૫૨વા કરતા નથી. તેને દુનિયા એક તમાસા રૂપ દેખાય છે. તે સ્વયં તો પોતાનાં આનંદ સ્વરૂપની લહેરમાં મગ્ન રહે છે. દેહમાં હોવા છતાં મુક્તિ સુખ અનુભવે છે.
આ પદમાં કવિશ્રી આનંદઘનજીએ ભૌતિક સુખ કરતાં બ્રહ્મરસના પાન સરખું અનુભવ સુખ કેટલું ચડિયાતું છે તેનું સચોટ નિરૂપણ કર્યું છે. કવિ પ્રથમ પંકિતમાં જ ઉદ્બોધન કરીને જ્ઞાન સુધારસના પાનનો મહિમા દર્શાવે છે. અને તેની પ્રાપ્તિ માટે ભલામણ કરે છે. આ સુધા૨સની પ્રાપ્તિ માટે વ્યાવહારિક રૂપકનો ઉપયોગ કર્યો છે. જેમ ભોજન માટે કોઈ સરસ સ્વાદિષ્ટ વાનગી જોઇતી હોય તો ભઠ્ઠી ઉપર કોઈ વાસણમાં તે વાનગી બહુ ઉકાળવી જોઈએ અને તેમાં જાત-જાતના મસાલા નાખવા જોઈએ, એ રીતે સુધારસ માટે પણ એમણે બ્રહ્મચર્ય, સર્વ જીવો પ્રત્યે પ્રેમ અને મૈત્રી તથા તપશ્ચર્યા વગેરેની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો