________________
અનુભવ રસ
૧૭૨
અગ્નિ પેટાવવો. તન ભાઠી અટવાઈ કસ પીએ એટલે ‘નિરંતર આત્મામાં એકાગ્રતા કરવામાં આવે તો તેથી છેવટે કેવળ સ્વસ્વરૂપમાં રણતાની દશા પ્રગટ થાય છે. જ્યારે મન નિર્મળ થાય અને સાધ્ય પ્રાપ્તવ્ય બિન્દુનું શુદ્ધ જ્ઞાન થાય, સાથે સ્વમાં સ્થિરતા થાય ત્યારે સ્વસ્વરૂપ રમણતાની એકાંત હિતકા૨ક દશા પ્રગટ થાય છે. ' છેવટે જીવને જે જોઇએ છે તે તેની પાસે જ છે અન્ય સ્થાને ભટકવાથી કાંઈ મળતું નથી એટલે જ કવિશ્રી ચાલુ પદની ચોથી કડીમાં કહે છે,
अगम पीआला पीओ मतवाला, चीन्ने अध्यात्म वासी । ‘જ્ઞાનંવધન' ચેતન હૈ ઘેલે, તેવું લો તમાપ્ત...આશા..... ૪ | |
હે આધ્યાત્મમતમાં રત રહેવાવાળા મતાદીઓ! એ અધ્યાત્મભાવોનો પ્યાલો તો અગમ અગોચર છે જેને તેની ખબર ન હોય તેને તે મળી શકે નહીં માટે પહેલા જાણો કે અધ્યાત્મ ક્યાં છે ? કેવું છે ? તથા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે ! અધ્યાત્મ એટલે આત્મા સંબંધી, અધ્યાત્મનું નિવાસ સ્થાન આત્મા જ છે. શુદ્ધદશામાં વર્તતો આત્મા એજ અધ્યાત્મનું સ્થાન છે. અધ્યાત્મનું સ્વરૂપ વસ્તુસંગથી રહિત છે, એવા અધ્યાત્મને સમજ્યાં વિના ઉ૫૨ ઉપરની વાતોને અધ્યાત્મ સમજી લેવામાં આવે તો આત્મવંચના થાય, માટે જ કવિ કહે છે, અધ્યાત્મ ક્યાં છે ? તે પ્રથમ સમજવું જરૂરી ગણાય.
કેટલીક પ્રતોમાં ‘ગાન પ્યાલા' ને બદલે ‘આન પ્યાલો' એવો પાઠ પણ મળે છે. આગમ એટલે શ્રુતજ્ઞાન સંબંધી બોધપાઠ. પહેલા આત્મસંબંધી જ્ઞાન કરી પછી હૈ ય, શેય, ઉપાદેય ભાવોને જાણી શકાય છે જેથી અધ્યાત્મનો વાસ ટૂંકમાં જાણી શકાય છે. અને એ પરિસ્થિતિ પ્રાપ્ત થતાં જે આનંદ થાય છે તે અવર્ણનીય હોય છે. પં. આનંદસાગરજી લખે છે કેઃ ‘જેને કોઈ પ્રકારે ઓળખી શકાય નહિ. સ્પર્શ, રૂપ, રસ કે શબ્દ દ્વારા જણાય નહિ' તેવું અધ્યાત્મનું સ્થાન છે. એટલે કવિ કહે છે, જ્યાં રહેવું છે, જ્યાં વાસ કરવાની ઈચ્છા છે તે સ્થાનને જાણીએ નહિ તો જ્ઞાન કેમ થાય? અને જ્ઞાનના અભાવે સાધ્ય પ્રાપ્તિની ઈચ્છા પણ ક્યાંથી સંભવે ? માટે અધ્યાત્મમાં વાસ કરતાં પહેલા તેનું જ્ઞાન લેવું આવશ્યક રહે છે. અગમ શબ્દમાં પારમાર્થિક રહસ્ય છૂપાયેલું છે. અને તે છે અધ્યાત્મ,