________________
૧૭૧
અનુભવ રસ પ્રત્યે વાત્સલ્યધારા વહાવી. “માત્મવત્ સર્વભૂતેષુ' જેમ આત્મા છે તેમ સર્વમાં આત્મદર્શન કરવાં.
કવિએ મનરૂપી પ્યાલો બતાવ્યો છે તેનો અર્થ થાય છે મનોયોગ, પ્યાલો નાનો હોય પણ ઊંડો હોય છે તેમ ત્રણ યોગમાં મનોયોગ સૌથી નાનો છે પણ તેનું કામ ઘણું મોટું છે. આવા સૂક્ષ્મમનને નાથવું તે સામાન્ય માનવનું કામ નથી. નાના એવા મનનું ઊંડાણ પણ ઘણું હોય છે એટલે જ કવિએ મનને પ્યાલો કહ્યો છે. કવિએ મનરૂપ પ્યાલામાં અનુભવરૂપ રસભરી તેમાં પ્રેમ મસાલો નાખવા કહેલ છે. પછી તેને સ્વરૂપ વિચારણારૂપ અગ્નિ પર રાખવાથી રાગ-દ્વેષાદિનો કચરો નીકળી જાય છે અને વિષય – વિકારનાં સૂક્ષ્મજંતુઓ નાશ પામી જાય છે. પછી શુદ્ધ સત્ત્વરૂપ આત્માનંદની અનુભવ લાલી પ્રગટ થાય છે. એ લાલી છૂપાવી શકાતી નથી, એવી અલૌકિક અનુભવલાલી જાગૃત થાય છે, કવિએ આ કડીમાં અનુભવલાલી પ્રગટ કરવાનો ક્રમ બતાવ્યો છે. જેમ કે અનુભવ પ્રગટાવવા સર્વ પ્રથમ વિચાર કરવામાં આવે છે. આ વિચાર મનમાં પ્રગટ થાય છે. મનનો પ્રભાવ હૃદય પર તેમજ વૃત્તિ પર પડે છે એટલે તેમાં પ્રેમ મસાલો નાખવા કહેલ છે. આવો પ્રેમ પ્રગટાવવા. બ્રહ્મચર્યરૂપી અગ્નિ સળગાવો પડે, શરીરરૂપ ભઠી કરી તેમાં અગ્નિ પ્રગટાવવાથી શરીર, સ્ત્રી, અને બાહ્યપુદ્ગલનો કચરો બળી જશે. પછી માત્ર સ્વરૂપાનંદ પ્રાપ્ત કરવાની પરમ પ્રીતિ પ્રગટ થાય છે. જેથી યોગ્ય ગુરુના આશ્રયે ધ્યાનાદિ ક્રિયામાં મનને જોડવાનો અભ્યાસ થાય છે અને અંતે અનુભવલાલી પ્રગટતાં સાધકના પ્રત્યેક કાર્યમાં, પ્રત્યેક વચનમાં, પ્રત્યેક વર્તનમાં પરિવર્તન જણાય છે. આત્માનુભવે સાધક છાનો રહી શકતો નથી. જેમ “છાબડે ઢાંક્યો સૂરજ છાનો ન રહે તેવી દશા સાધકની હોય છે.
પં. આનંદસાગરજી આ ગાથાનો અર્થ વિશેષ પ્રકારે કરે છે. તે પણ વિચારવા યોગ્ય છે. કવિશ્રી એ આ પદમાં “મનસા પ્યાલા” કહ્યું છે કારણકે મોક્ષ અથવા આત્માનુભવ માટે સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જ યોગ્ય ગણાય છે એટલે મનરૂપ પ્યાલામાં વાચના, પૃચ્છના, પરિયટ્ટણા અને અનુપ્રેક્ષા તથા ધર્મકથા લક્ષણરૂપ મસાલો ભરવો, શુદ્ધજ્ઞાન સ્વરૂપ બ્રહ્મતો