________________
અનુભવ રસ
૧૭૦ मनसा प्याला प्रेम मसाला, ब्रह्म अग्नि परेजाली; તન મહીલવાડું વસ, નાનમ નાની ....
સાધકે આશાનો નાશ કરવા શરીરરૂપ ભઠ્ઠીમાં બ્રહ્મચર્યરૂપ અગ્નિ પ્રગટાવી પછી અનુભવરસના પ્યાલામાં પ્રેમ મસાલો નાખી, ખૂબ ઉકાળી તેનું સત્વતત્ત્વ કાઢીને પીવાથી વાસ્તવિક અનુભવનાં આનંદની લાલી પ્રાપ્ત થાય છે. ત્યારે જેની બાહ્યદષ્ટિ છે તેઓ શારીરિક શક્તિ જાળવી રાખવા અનેક પ્રકારનો પૌષ્ટિક આહાર ગ્રહણ કરે છે. રાજા-મહારાજાઓ શારીરિક શક્તિ માટે મસાલાયુક્ત આહાર ગ્રહણ કરે છે. માનવ ઋતુ અનુસાર વેશમાં તથા ખોરાકમાં પરિવર્તન કરે છે છતાં પણ શરીર પોતાનો ધર્મ છોડતો નથી એટલે જ સાધકાત્મા શરીરને ભઠ્ઠી બનાવી, તપાગ્નિમાં તપાવે છે અને સાધ્યને સિદ્ધ કરે છે. શ્રી સંતબાલજી લખે છે,
જીવ છે જ્યોતિનું સ્થાન, તપ શાશ્વત જ્યોતિ છે. સતકર્મ કડછીરૂપ, શરીર યશવેદિકા, કુકર્મ લાકડાંરૂપે, સંયમ શાંતી મંત્ર છે. વિભુષા સ્ત્રી તણો સંગ, રસાળા સ્વાદુ ભોજન.
કરાલ ઝેરનાં જોવા તે, આત્માર્થી મુમુક્ષુને. સ્વાદિષ્ટ ભોજન હળાહળ વિષ સમાન છે. કારણકે તે અબ્રહ્મચર્યનું કારણ છે. અને વિષય – વિકારની વૃદ્ધિરૂપ છે. એટલે જ કવિશ્રી આનંદઘનજીએ આ પંક્તિમાં “બ્રહ્મ' શબ્દનો પ્રયોગ કર્યો છે. બ્રહ્મ એટલે આત્મસ્વરૂપની પ્રાપ્તિ પરંતુ અહીં બ્રહ્મ એટલે બ્રહ્મચર્ય અર્થ વિશેષ સુસંગત છે. શરીરરૂપ ભઠીમાં, બ્રહ્મચર્યરૂપ અગ્નિ પ્રગટતા જીવનનાં સર્વ પાપને તાપ બળીને ખાખ થઈ જાય છે અને આત્મવિશુદ્ધિ થાય છે. કહેવાય છે કે બ્રહ્મચર્યના પ્રભાવે બ્રહ્મચારી પાસે કોઈ આસુરી તત્ત્વ આવી શકતું નથી પણ જો આવે તો તે ક્ષીણતાને પામે છે. જેમ અગ્નિથી કચરો રાખ બની જાય છે તેમ બ્રહ્મચર્યાગ્નિથી કષાયોરૂપ કચરો રાખ બની નાશ પામે છે.
કવિએ આ કડીમાં પ્રેમ મસાલાની વાત કરી છે પણ પ્રેમ એટલે શું? પ્રેમ એટલે વિશ્વબંધુત્વની ભાવના, જગતના નાના-મોટા સર્વ જીવો