________________
અનુભવ રસ
૨૦૦
પદ-૩૩
“મિતાપી શાન મિજાગો રે" શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં સુમતિની અંતરવ્યથાનું દર્શન કરાવ્યું છે. ચેતનનાથને મળવા અતિ ઉત્સુક સુમતિ પોતાની સાહેલીઓ, પતિમિત્ર અનુભવ વગેરેની સહાય લે છે કારણ કે હવે વિરહ અસહ્ય લાગે છે તેથી કવિશ્રીએ “ગોડીરાગ”માં આ પદનો પ્રારંભ કર્યો છે. તેઓ કહે છે, मिलापी आन मिलाओ रे, मेरे अनुभव मीठडे मित्त...मिलापी चातल पीउ पीउ पीउ रहे रे, पीउ मिलावे न आन; जीव पीवन पीउ पीउ करे प्यारे, जीउ नीउ आन ऐ आन...मिलापी...।।१।।
સુમતિ, પતિના અનુભવમિત્રનો સંપર્ક સાધે છે અને પોતાનું હૃદય ખોલીને જેમ એક સાહેલીને વાત કરે એ રીતે પડદો રાખ્યા વિના અનુભવને વાત કરે છે. તે અનુભવ! તું તારો મિત્ર ચેતનને મને મેળવી આપ. તેના વિયોગે હું ઝૂરી રહી છું. તેની રાહ જોઈ હું રાત-દિવસ ધારે તથા ગોખે બેસી રહું છું. તેના ઉપર હું શુદ્ધ પ્રેમ રાખું છું. મેં મારું જીવન તેને સમર્પ દીધું છે. તેના વિરહે મારી તો ઊંઘ પણ ઊડી ગઈ છે. છતાં પણ ચેતન! મારે મંદિરે પધારતા નથી. હે અનુભવ! તું તો મારા સ્વામીનો ઘનિષ્ઠ મિત્ર છો. મને વિશ્વાસ છે કે તારું કહ્યું તે માનશે માટે જ આજે તારી પાસે આવી ખોળો પાથરી વિજ્ઞતિ કરું છું. તારે મારું આટલું કામ કરી જ આપવું પડશે. એક વખત ચેતનદેવ મારી પાસે આવ્યા પછી તો તેને મારામય કરી આનંદમગ્ન કરાવી દઈશ. પછી તો તેને મારાથી દૂર જવાનું મન પણ નહીં થાય પણ એક વખત તું તેને સમજાવી મારી પાસે મોકલ. તે આવશે એટલે તેને ધીરે-ધીરે સમજાવીને હું શુદ્ધ ચેતના પાસે મોકલી આપીશ.
ચાતક પક્ષી જેમ વરસાદની રાહ જોઈ પિયુ પિયુ બોલ્યા કરે છે. વર્ષાઋતુ નજીક આવતા બપૈયો તેની આતુરતાથી રાહ જુએ છે, તેમ હું પણ પતિ મિલનની આશામાં ઉત્સુકતા અને આતુરતાથી તેની રાહ જોઉં