________________
૧૯૯
અનુભવ રસ સન્માર્ગે લઈ જાય છે. તમે કોઈના ગુણ અવગુણ જ જોઈ શકતા નથી? જરા તે માર્ગનો વિચાર તો કરો. અવગુણી એવી માયા–મમતાને છોડવાનો વિચાર સુધ્ધાં કરતા નથી. હલકાં માણસો સાથે રહેવાથી શું ફળ મળે તે આપ સ્વયં અનુભવી રહ્યા છો છતાં તેને છોડવાનો વિચાર કેમ કરતાં નથી.
હે નાથ ! હું તો તમને લાભ થાય તેવી હિતકારી વાત જ કરું છું. હે સ્વામી! શુદ્ધ ચેતના તો તમને દસમા ગુણસ્થાનક પછી મળશે પણ મારો તમારો સંબંધ દસમા ગુણસ્થાન સુધી છે. માટે તમે મારા તરફ સ્નેહ ન રાખો તે કેમ ચાલે? શુદ્ધ ચેતના ન મળે તો સુમતિથી કામ ચલાવવું પડે. હે નાથ! તમારે તો કામથી કામ છે. આપને શુદ્ધ ચેતના ન મળે તો મારાથી કામ નિર્વહો અને આપની સ્વરૂપદશા પ્રાપ્ત કરવામાં જેટલી બની શકે તેટલી આપની સેવા કરવાનો લાભ આપો. આપ જાણો છો કે દસમા ગુણસ્થાન સુધી કષાયનો આવિર્ભાવ છે. તેને દૂર કરવા માટે સમતાભાવની જરૂર છે. આપ શુદ્ધ છો અને મને પણ આપના જેવી શુદ્ધબુધ્ધ દશાવાળી બનાવો. જેમ નદી સમુદ્રમાં મળી જાય છે તેમ મને પણ આપવામાં મિલાવી શરણે લઈ લો. મારો સ્વીકાર કરો.
સુમતિ અને શુદ્ધ ચેતના વચ્ચેનો તફાવત એટલો સૂક્ષ્મ છે કે તે અધ્યાત્મમાર્ગે આગળ વધેલા સાધકો જ વધારે સાચી રીતે અનુભવી શકે.
કવિશ્રી આનંદઘનજીએ આ પદમાં સુમતિએ, ચેતનને કરેલા ઉદ્ધોધનને અભિવ્યકિત આપી છે. એમાં સુમતિની વ્યાકુળતા તથા એણે ચેતનને આપેલા ઉપાલંભ સાથે ચેતન પ્રત્યેની નિષ્ઠા સચોટ રીતે વ્યક્ત થઈ છે. રૂપક કે દ્રષ્ટાંત પ્રયોજીને કવિએ પોતાના વક્તવ્યને સુચારુ બનાવ્યું છે.