________________
૧૯૮
અનુભવ રસ
હે ચેતન! હે મારા નાથ ! તમે મારી વાત સાંભળો. માયા-મમતા સાથે તમારો ભોગ એ તો એંઠવાડ છે, કારણ કે માયા-મમતાને અનેક ભોગવી ચૂકયા છે. પાછી તે પણ ઠેકઠેકાણે ભટકે છે. બીજાનું ખાધેલું ખાવું અને બીજાનું છોડેલું ભોગવવું એ તો ભિખારીની દશા છે.
માયા ને મમતા તે હલકા કામ કરનારી સ્ત્રીઓ છે. જે તેની પાસે આવે તે બધા સાથે એ વિલાસ કરે છે. એવી એંઠથી આપ રાજી થાવ એ શું આપને શોભાસ્પદ લાગે છે? આવા ગંદા પદાર્થો તો ફેંકી દેવા યોગ્ય હોય તેનો ભોગ ન હોય.
શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે “સકલ જગત છે એંઠવત” આ આખું યે જગત એંઠ સમાન છે. અનેકનું ભોગવેલું ભોગવવાનું છે.
પન્નવણાસુત્રમાં કહ્યું છે, अणुस्साणं भन्ते! केवइया ओरालिय सरीरगा पण्णत्ता? गोयमा! दुविहा पण्णत्ता तंजहा! बध्देलगाय मुक्केलगायः।। અહો ભગવાન ! મનુષ્યને ઔદારિક શરીર કેટલાં કીધાં છે?
અહો ગૌતમ! ઔદારિક શરીર બે પ્રકારના કીધા છે. બંધેલગા અને મુશ્કેલગા.
આ જીવ જગતના જેટલા પણ પરમાણુઓ સ્પર્શે છે તે તાજા કે કોઈના ન સ્પર્ધાયેલ ભોગવે છે તેમ નથી. દરેક પરમાણુઓ અનેક જીવોના ભોગવેલા છે, તેણે છોડ્યા છે તે તું ભોગવે છે અને તે પણ મોહાસક્ત થઈ ભોગવે છે. કોઈનું ભોગવેલું અથવા ફેંકી દીધેલું ભોગવવું એ તો કાગડા અને ભિખારીની રીત છે.
પ્રભુ! આપ તો શુદ્ધ નિરંજન સ્વરૂપ છો. આપની પાસે બધું જ છે. શા માટે પોતાની સમૃદ્ધિનો ભોગ કરતાં નથી? આમ કરવું તે શું જ્ઞાનીજનોની શોભા છે? આપની સ્થિતિ જોતાં એવું લાગે છે કે આપ તો પખાલીના પાડા જેવું કાર્ય કરી રહ્યા છો. ભેંસને ડોબું કહેવાય છે કારણ કે અધિક બુદ્ધિનો અભાવ છે. તેમ તમે પણ કુસંગતિને કારણે અક્કલ હીન થઈ ગયા હો તેવું લાગે છે. પણ જ્ઞાનીજનોની સંગતિથી અજ્ઞાની જ્ઞાની બની શકે છે જેમ કે કહ્યું છે,
“સત્સંગતિ થય: વિ રોતિ પુસ” સત્સંગતિ માનવને