________________
૧૯૭
અનુભવ રસ તે કેમ ચાલે ? હે નાથ ! આપ માયા-મમતા જેવી હલકી સ્ત્રીઓની સોબત કરો છો તે ક્યાં સુધી યોગ્ય ગણાય ? લકા માણસની સંગતથી આપણે પણ હુલકી વૃત્તિના બની જઈએ. પાણીનો સંગ દૂધ કરે તો દૂધની કિંમત ઘટે પણ દૂધનો સંગ જો પાણી કરે તો પાણીની કિંમત વધે છે. તેવી રીતે સજ્જનને સારા માણસની સોબત સો ગણી કિંમત કરાવે.
હે નાથ !મારી સર્વઈચ્છાઓ તથા આકાંક્ષાઓ આપના શ્રી ચરણોમાં સમર્પિત છે. બસ હવે એ જ આશાએ જીવી રહી છું કે આપ મારી સામે જુઓ અને દર્શન આપો, જેથી મારા બોંતેર કોઠામાં આનંદના દીવા પ્રગટે. સુમતિ બીજી કડીમાં કહે છે,
फूल फूल भवर कीसी भाउंरी भरत हुं, निवहे प्रीत क्युं ऐसे ? तो पीते ऐसी मीलि आलि, कुसुम वाससंग जसे.. पीया तुम ।। २ ।।
સુમતિ કહે છે કે હે નાથ ! પુષ્પ પ્રેમી ભમરો જેમ ફૂલની આજુબાજુ ફર્યા જ કરે છે તેવી રીતે હું પણ આપની આજુબાજુ ફર્યા જ કરું છું. આપના ગુણ સુગંધથી આકર્ષાયેલી જ છું. હું જાણું છું કે આપ તો શુદ્ધ સ્વરૂપી છો. અનંતનિધાન છો તેથી જ મારો મનરૂપી ભ્રમર આપના ગુણ પુષ્પની આસપાસ ફર્યા કરે છે.
મુન્દ્રા.
સુમતિ સખી સમતાને કહે છે કે હે સખી, જેમ પુષ્પને પરાગ એકમેક છે તેમ હું તો મારા સ્વામીને મળી ગઈ છું. હું ચૈતન્યદેવનાં ગુણપર્યાયોરૂપ અંગોનું ધ્યાન કરું છું અને તેમના પ્રત્યેક ગુણોનું સ્થિર ઉપયોગથી સ્મરણ કરું છું. મારું ચિત્ત તેમાં જ સ્થિર થાય છે.
શ્રી મોતીચંદ કાપડિયા લખે છે સુમતિની આ વાત સાંભળી શ્રદ્ધા કહે છે કે તે કોઈ વખત તારા પતિ સાથે જુદાઈ રાખી હશેઃ ૧ નહીં તો તે વ્યકિત એવી નથી કે આટલો વખત રોષ રાખી શકે? સુમતિ કહે છે કે જુદાઈની વાત જ ક્યાં છે? જેમ સાકર ને મીઠાશ એક છે, જેમ પુષ્પને સુગંધ એકમેક છે તેમ હું પણ મારાપતિની સાથે એક છું. મારે મારા પતિ સાથે અભેદભાવ છે. મારામાં કદી દ્વિધાભાવ થવાનો નથી.
સુમતિ ચેતનને કહે છે,
ऐठी जान कहापर एती, नीर निवहिये भैंसे; गुन अवगुन न विचारो, आनंदघन कीजिये तुम हो तैसे ।। ३ ।।