________________
35
અનુભવ રસ સમય કાઢી, મને ઘણું સરસ માર્ગદર્શન આપ્યું છે. તે સહયોગ તથા સેવા પણ કેમ વિસરી શકું?
પીએચ. ડી. માટે મારો વિષય રજિસ્ટર કરાવી મેં મારું સંશોધન કાર્ય શરૂ કર્યું. અવધૂત કવિ આનંદઘનજી વિશે અત્યાર સુધીમાં ઠીક-ઠીક લખાયું છે. એ બધાંનો અભ્યાસ તુલનાત્મક દૃષ્ટિથી મેં કર્યો છે. આનંદઘનજી વિશે આ શતકમાં સૌથી પ્રથમ અને સંગીન કાર્ય કર્યું હોય તો તે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિએ. પરંતુ એમણે ફક્ત પદોનું જ વિવેચન કર્યું છે. સ્તવનોનું વિવેચન એમણે કર્યું નથી. આનંદઘનજીનાં સ્તવનો વિશે શ્રી મોતીચંદ કાપડિયાએ ઘણા વિસ્તારથી વિવેચન કર્યું છે. તદુપરાંત
એમણે પદોનું વિવેચન પણ કર્યું છે, પરંતુ તે સ્તવનના વિવેચન જેટલું વિસ્તૃત નથી. આ ઉપરાંત શ્રીમદ્રાજચંદ્ર, શ્રી પ્રભુદાસ પારેખ, શ્રી કુંદકુંદસૂરિ, શ્રી ભુવનભાનુસૂરિ, શ્રી ભુવનરત્નસૂરિ, શ્રી સહજાનંદજી (હપીવાળા), શ્રી બિરાવચંદ જરગડ, ડો. કુમારપાળ દેસાઈ વગેરેએ આખી ચોવીસી ઉપર અથવા છૂટક કોઈ સ્તવન ઉપર વિવરણ કર્યું છે. આ બધા લેખકોની હું અત્યંત ઋણી છું, મારા લેખનમાં એ બધાના નિચોડરૂપે લખવા ઉપરાંત આધ્યાત્મિક દૃષ્ટિથી પણ કેટલુંક તુલનાત્મક વિવેચન મેં કર્યું છે.
આ લેખનકાર્ય કરવામાં વિષય જ એવો છે કે કેટલીક પુનરુક્તિ આવ્યા વગર રહે નહિ. તેમ છતાં શક્ય તેટલી તે નિવારી છે. કેટલેક સ્થળે સ્તવન તથા પદના મૂળ શબ્દો એ જ પ્રમાણે રાખ્યા છે, એની જોડણી પણ મૂળ પ્રમાણે રાખી છે ક્યાંક વિદ્વાનોનાં અવતરણોમાં, કેટલાંક અવતરણ ચિહ્નોમાં અનુકૂળતા ખાતર નજીવી છૂટ લીધી છે, જે ક્ષમ્ય ગણાય એવી છે. એમ છતાં ક્યાંય પણ પદ્ધતિની દૃષ્ટિએ અનવધાન દોષથી ક્ષતિ રહી ગઈ હોય તો તે માટે ક્ષમાપ્રાર્થી છું.
મારા આ સંશોધન કાર્યમાં સર્વપ્રથમ હું ઋણી છું મારા ગુરુણદેવ પૂ. બાપજીની તથા મારા વડિલ ગુરુભગિની બા. બ્ર. પૂ. તરુબાઈ મહાસતીજીની. તે બંનેની શુભ આશિષ મારા પર નિરંતર વરસતી રહે છે. તેમજ ૧૯૯૧ માં મારા ગુરણી સાથે દેવલાલી રાજગૃહી ખાતે ચાતુર્માસ રહેવાનો સુયોગ સાંપડ્યો. ગુરુણદેવની મીઠી નજર તથા નાની ગુરુ