________________
અનુભવ ૨સ
34
થઈ. તદુપરાંત મુંબઈમાં વિદ્વર્ય ડો. શ્રી રમણભાઈ શાહ તથા ડો. કલાબેન શાહ સાથે પણ કેટલાક વિષયો પર ચર્ચા વિચારણા થઈ. છેવટે ડો. રમણભાઈ શાહની પ્રેરણાથી ‘અવધૂત યોગી શ્રી આનંદઘનજી'નો વિષય લેવા માટે મારું મન ઠર્યું. અને તે માટે મનથી નિર્ણય કર્યો. મારા મનની એક જ ઈચ્છા હતી કે પીએચ. ડી. નો અભ્યાસ મારા સાધકજીવનમાં વિશેષ ઉપયોગી થાય તેવો હોય તો સારું. વળી બાહ્ય ક્રિયારૂપ સાધના ઉપરાંત અંતરનું પરિવર્તન કરી યથાર્થ સ્વરૂપ દશા પ્રગટ કરવામાં પ્રે૨ક બને. નિષ્પક્ષ તથા સાંપ્રદાયિક સંકુચિતતાથી મુક્ત હોય તેવા સાહિત્યનું અધ્યયન કરવાનું મળે તો વધુ આનંદ થાય, કા૨ણ કે આત્મજ્ઞાની સંતહૃદય કોઈપણ સંપ્રદાયનાં બંધનમાં રહી ન શકે. મારી તે ઈચ્છા ડો. રમણભાઈની સલાહથી પૂર્ણ થઈ. ડો. રમણભાઈ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા છે, એટલે એમના માર્ગદર્શન હેઠળ મારો વિષય રજિસ્ટર કરાવવાનું શક્ય નહોતું. એટલે એમની જ ભલામણથી મેં ડો. કલાબેન શાહના માર્ગદર્શન હેઠળ મુંબઈ યુનિવર્સિટીમાં પીએચ. ડી. ના વિદ્યાર્થી તરીકે નામ રજિસ્ટર્ડ કરાવ્યું. મારા આ શોધ-પ્રબંધના કાર્યમાં સૌથી વિશેષ સહકાર ડો. રમણભાઈ શાહનો મલ્યો છે. તેઓ પોતાના મુંબઈના જીવનમાં પૂર્ણરૂપેણ વ્યસ્ત હોવા છતાં, મારા માટે સમય ફાળવી મને માર્ગદર્શન આપ્યું છે. ડો. રમણભાઈનો મને સાથ મળ્યો ન હોત તો કદાચ મારું આ વિશાળ કાર્ય આટલું જલદી પાર પડયું ન હોત. કેટકેટલી પ્રવૃત્તિઓથી ઘેરાયેલા હોવા છતાં સમય કાઢી તેમણે મને અભ્યાસમાં ઉત્સાહ આપ્યો છે. તેમની નમ્રવાણી, હૃદયની વિશાળતા ને આંખમાંથી ઝરતી વાત્સલ્યધારા એક પિતાની યાદ પણ ભુલાવી દે તેવી છે પ્રેમ અને સ્નેહથી, આદરભાવ જાળવી, મને પ્રેમપૂર્વક અભ્યાસ કરાવ્યો. તેઓશ્રીની આ અતિ વિદ્વતાપૂર્ણ તલાવગાહી નિષ્કામ સેવાને હું કેમ ભૂલી શકું ? મહર્ષિ દયાનંદ કોલેજના પ્રોફેસર ડો. કલાબેન શાહે મારા આ શોધ-પ્રબંધનાં માર્ગદર્શક તરીકે યુનિવર્સિટીની વહીવટી જવાબદારીઓ ઉપાડી લેવા ઉપરાંત જ્યાં જ્યાં અમારો વિહાર તથા ચાર્તુમાસ હોય ત્યાં જાતે આવીને ઘણું કાર્ય કર્યું છે. તેમણે પોતાના મુંબઈના હાડમારી ભરેલા જીવનમાંથી તથા કોલેજના બહોળા કાર્યમાંથી