________________
33
અનુભવ ૨સ
ફક્ત સાત ગુજરાતી સુધીનો અભ્યાસ કર્યો હતો. દીક્ષાજીવનમાં જૈન સ્થાનકવાસી પાથર્ટી બોર્ડની, જૈન સિદ્ધાંતાચાર્ય સુધીની પરીક્ષા પસાર કરી હતી. ત્યારબાદ ગુરુણીની આજ્ઞા અને તેઓશ્રીની હિતશિક્ષાને હૃદયમાં અવધારીને મેં ૧૯૭૪ માં સીધી એસ. એસ. સી. ની પરીક્ષા આપી. એ અરસામાં અમારા ઠાણા ૮નું (આઠ સાધ્વીના સમુદાયનું ) ચાતુર્માસ માટુંગામાં હતું. તે વખતે સુજ્ઞશ્રાવક શ્રી સુબોધભાઈ ઘાટલિયા મારા પરિચયમાં આવ્યા અને મારી પરીક્ષાની વ્યવસ્થાનો બધો ભાર એમણે ઉપાડી લીધો. ત્યારપછી ૧૯૭૬ માં એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીની બી. એ. ની પહેલા વર્ષની પરીક્ષા મેં આપી. આમ અનુક્રમે અભ્યાસમાં આગળ વધતાં છેવટે ૧૯૮૧ માં મેં એમ. એ. ની પરીક્ષા પાસ કરી. મારા
આ અભ્યાસમાં વેગ તથા ઉત્સાહ પ્રેરનાર મારા ધર્મબંધુ સુબોધભાઈ ઘાટલિયાએ તથા શ્રીમતી સરોજબેન ઘાટલિયાએ ઘણી જહેમત ઉઠાવી છે. એથી જ હું એમ. એ. સુધી પહોંચી શકી. તેમણે પોતાની સગીબહેનથી પણ વિશેષ પ્રેમ આપીને મારા અભ્યાસને વેગ આપ્યો. ઉદાર દિલે તન, મન, ધન અને સમયનો ભોગ આપ્યો. તેમના એ સ્નેહને હું કેમ વિસરી શકું?
૧૯૮૧ માં એમ. એ. ની પરીક્ષા પૂર્ણ કર્યા પછી ફરીથી દક્ષિણ ભારતમાંથી વિહાર કરીને અમે પાછા મુંબઈમાં પ્રવેશ કર્યો ત્યારે ભીવંડીમાં અનન્ય ભક્તહૃદયી શ્રીમતી સરિતાબેન રમેશભાઈ મહેતા (પાલનપુ૨વાળા ) વગેરે ચાર પાંચ બહેનો દર્શનાર્થે આવ્યાં. સરિતાબેને ત્યારે એવી ભાવના વ્યક્ત કરતાં કહ્યું, ‘મહાસતીજી ! આપ જો પીએચ. ડી. નો અભ્યાસ કરો તો એના સંપૂર્ણ સહકા૨ની જવાબદારી ઉપાડવાની મારી ભાવના છે. ' આ શબ્દોએ મારા હૃદયમાં ઉત્સાહ પ્રેર્યો. સરિતાબેન વારંવાર દર્શનાર્થે આવતાં રહ્યાં અને પીએચ. ડી. ની યાદ અપાવતાં રહ્યાં.
9
ઇ. સ. ૧૯૮૮ માં મારા વડીલ ગુરુભગની તત્ત્વચિંતક બા. બ્ર. પૂ. તરુબાઈ સ્વામી (M. A. Ph. D.) ની નિશ્રામાં અમારું ચાતુર્માસ ઘાટકોપર હીંગવાલાલેનમાં થયું. મારા ગુરુભગિનીની પ્રેરણા તથા પ્રભાવથી કેટલાક વિદ્વાનો સાથે મારે પીએચ. ડી. ના વિષય માટે ચર્ચાઓ