________________
અનુભવ રસ
60
મોહનલાલ દલીચંદ દેસાઈ પણ વિ. સં. ૧૬૫૦ થી વિ. સં. ૧૭૧૦ સુધી તેઓ અવશ્ય વિધમાન હશે તેમ માને છે.
આ બધા મંતવ્યો પ૨થી તારવી શકાય છે કે આનંદઘનજીની હયાતીનો સમય આસરે વિ. સં. ૧૬૬૦ થી વિ. સં. ૧૭૩૦ નો હતો. આથી વિશેષ તેમના જન્મ તથા મૃત્યુની કોઈ ચૌક્ક્સ તારીખ કે વર્ષ દર્શાવે તેવું પ્રમાણ ઉપલબ્ધ નથી.
મસ્તયોગી આનંદઘનજીના જીવન વિશે આધારભૂત માહિતી અત્યંત અલ્પ પ્રમાણમાં મળે છે. અલબત, તેમના જીવન વિશે કેટલીક દંતકથાઓ પ્રચલિત છે. તેમાં કેટલું તથ્ય રહેલું હશે એ કહી શકાય નહિ. ગત શતકમાં લોકોમાં પ્રચલિત એવી કેટલીક દંતકથાઓ શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજે પોતાના ‘શ્રી આનંદઘન પદ સંગ્રહ' માં સંગ્રહિત કરેલી છે. એ જમાનામાં સંતો વિશે દંતકથાઓ પ્રચલિત બન્યા વગર રહે નહિ, કારણ કે આધારભૂત ચરિત્રો લખવાની ત્યારે પ્રથા નહોતી. આ દંતકથાઓ આનંદઘનજીના અધ્યાત્મજીવનને સમજવામાં ઉપયોગી છે. એમાંની કોઇક દંતકથા તો એમના સર્જનની કોઇ એક કડી કે પદને આધારે રચાઇ હોય તેવું પણ લાગે છે. આવી ઉપલબ્ધ દંતકથાઓ અહીં સંક્ષેપમાં રજૂ કરી છે.
(૧) શ્રી આનંદઘનજી મહારાજ આબુ પર્વત તથા મંડલાચલની ગુફાઓમાં, સિદ્ધાચલ તીર્થમાં, તળાજામાં, ગિરનારમાં, ઈડરમાં, તારંગમાં એમ કેટલાંક સ્થળોએ એકાંત સ્થાનમાં રહી ધ્યાન કરતા હતા. આબુ પર્વતની ગુફાઓમાં તે સમયે ઘણા યોગીઓ રહેતા હતા અને તેઓ વારંવાર આનંદઘનજીને મળતા હતા. શ્રી આનંદઘનજી તેમની સાથે સ્વાનુભવની વાતો કરતા; તત્ત્વનો વિચાર વિનિમય કરતા તથા સાપેક્ષા દૃષ્ટિએ વીતરાગધર્મનો ઉપદેશ આપી સહુ કોઈને આનંદસમાં મગ્ન
કરતા હતા.
4.
કહેવાય છે કે શ્રી આનંદઘનજીની પાસે કેટલીક વખત સર્પ આવીને શાંત થઈને બેસી જતો. કોઇ વખત એમની ગુફા આગળ સિંહ આવીને શાંત બેસી રહેતો. આ બધો પ્રભાવ મસ્તયોગીની જીવદયાની ઉત્કટ ભાવનાનો છે. પવિત્ર પુરુષનો સંગ બીજાને પવિત્ર બનાવે છે. ઝેરી અને