________________
61
અનુભવ રસ ક્રૂર પ્રાણીઓ સંત મહાત્માઓ પાસે નમ્ર અને સરલ બની જાય છે. સિંહની ગર્જના માત્રથી કાયર પુરુષોના હૃદય કંપી જાય તેવે વખતે આનંદઘનજી તો પર્વતની ટેકરી ઉપર ધ્યાનરૂઢ થઈ, દેહ તથા દુનિયાનું ભાન ભૂલી આત્માનંદમાં લીન રહેતા. ધ્યાન અને સમાધિના પરિણામે તેમનું સંકલ્પબળ સિદ્ધ થયું હતું. આત્મવિશુદ્ધિ થતાં કેટલીક લબ્ધિઓ
તેમનામાં પ્રગટ થઈ હતી. (૨) સંકલ્પયોગે પેશાબથી સુવર્ણસિદ્ધિઃ
આનંદઘનજીમાં કેટલીક ચમત્કારિકશક્તિ પ્રગટેલી હતી એમ તેમની પાસે આવનારાઓને લાગતું હતું. કોઇ એક યોગી મહાત્માને શ્રી આનંદઘનજી સાથે મિત્રતા થઈ હતી. એ યોગી “સુવર્ણસિદ્ધિ કરવા અનેક પ્રયત્નો કરતા હતા. તે માટે તેમણે “રસસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેમણે રસસિદ્ધિની એક શીશી આનંદઘનજીને ભેટ સ્વરૂપ પોતાના શિષ્ય સાથે મોકલી. એ સમયે આનંદઘનજી આબુની એક ટેકરીની શિલા ઉપર ધ્યાનારૂઢ થયા હતા. યોગીનો ચેલો રસની શીશી લઇ, આનંદઘનજી પાસે આવ્યો, જ્યારે શ્રી આનંદઘનજી ધ્યાનમુક્ત થયા ત્યારે પેલા ચેલાએ રસસિદ્ધિની શીશી તેમની આગળ ધરી અને કહ્યું કે “અમારા ગુરુએ આપને માટે ભેટ સ્વરૂપ આ શીશી મોકલી છે.” આનંદઘનજીએ શીશી હાથમાં લીધી અને પત્થરની શિલા પર પછાડી ફોડી નાખી. તેમને આમ કરતાં જોઈને પેલો ચેલો ડઘાઇ ગયો. એનાથી રહેવાયું નહીં. રોષે ભરાઈ તેણે કહ્યું “અરે શેવડા ! તું રસસિદ્ધિને શું જાણી શકે? મારા ગુરુએ કેટલી બધી ઉગ્રસાધના કરીને આ રસસિદ્ધિ તૈયાર કરી હતી અને તે, તેને ઢોળી નાખી? તું ખરેખર મૂઢ છે, ગમાર છે. ' આનંદઘનજી પેલા અજ્ઞાની ચેલાનું અયોગ્યવચન સાંભળીને બોલ્યા, “તારા ગુરુજી રસસિદ્ધિ વડે શું આત્મકલ્યાણ કરવા ધારે છે? ” ચેલો બોલ્યો, “રસસિદ્ધિ વડે પત્થરમાંથી સુવર્ણ બનાવી શકાય છે, આ ચમત્કારથી જગતને વશ કરી શકાય છે.” આનંદઘનજીએ કહ્યું, “આત્મસાધનાની આગળ સુવર્ણસિદ્ધિ એ કોઈ મોટી વાત નથી.” ચેલો કહે, “આત્માની મોટી વાતો કરનારા ઘણા છે, પણ આવી સિદ્ધિઓ મેળવનારા કોઈક જ વિરલા હોય છે.” આ શબ્દો