________________
અનુભવ રસ
૩૨ "पुरिसित्थि तदुभयं, पह अहिलासोजव्वसा हवइ सोउ" ।
વેદ ત્રણ છે. સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ. આ ત્રણેય વેદો સત્તામાંથી તથા ઉદયમાંથી નવમા ગુણસ્થાનકે જાય છે. જીવ જો ક્ષપક શ્રેણીવાળો હોય તો અને જો ઉપશમ શ્રેણીવાળો હોય તો આ ગુણસ્થાનકે ક્ષય કે ઉપશમ કરે છે પણ સતામાં તે દસમા અને અગિયારમા ગુણસ્થાનક સુધી રહે છે.
અનુભવજ્ઞાની કેવળીભગવંત પોતાના અનંતગુણોની અનંત પર્યાયોનું વેદન કરતાં હોવાથી કવિએ “વેદન કરે અનંત' શબ્દ પ્રયોજ્યો છે. તેમજ અનુભવજ્ઞાનનો પ્રારંભ ચોથા ગુણસ્થાનકથી થતો હોવા છતાં ત્યાં વેદનો નાશ નથી. સાધકની આત્મદેશા વધતાં જ્ઞાનવૃદ્ધિ પામતું હોવા છતાં વેદ તો નવમા ગુણસ્થાનકે જાય છે. તેથી આત્મસાધક પ્રારંભમાં વેદોધ્યનું વેદન કરતો હોવા છતાં તટસ્થ રહે છે. જેથી તે નિર્વેદની અવસ્થા ભોગવતો હોય છે. અર્થાત સયોગી કેવળી તથા અયોગી કેવળી તેમજ અનંત સિદ્ધ પરમાત્માઓએ વેદનું મૂળ ઉખેડી નાખ્યું હોવાથી નિર્વેદી છે તો પણ તેઓ પોતાના આત્મિક અનંતગુણોનો ભોગ કરે છે. વળી જીવનો સ્વભાવ પણ વેદન કરવાનો છે. જેમ કહ્યું છે કે:
સમતા, રમતા, ઉર્ધ્વતા, શાયકતા સુખભાવ
વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ.. જીવ જ્યારે અજ્ઞાન અવસ્થામાં હોય ત્યારે પરદ્રવ્ય પરપદાર્થનો ભોગ કરતા તેનું વેદન કરે છે. પરંતુ જ્ઞાનરૂપ પરિણત થતાં સ્વભાવનો ભોગ તથા વેદન કરે છે. કારણ કે વેદન કરવું તેનું લક્ષણ છે. અજ્ઞાનભાવે પરપદાર્થના સંયોગના સુખ-દુઃખનો ભોગ તેમજ વેદન કરે છે. સ્વરૂપદશા પ્રગટતા સ્વભાવરૂપ અનંત આત્મિકસુખનો ભોગ તથા વેદન કરે છે. અનંત આત્મિક સુખ પ્રગટી જતાં અનંત સુખનું વેદન કરે છે. માટે જ કવિએ કહ્યું છે કે “વેદન કરે અનંત આત્મિક અનંતગુણો અને એક એક ગુણની અનંત અનંત પર્યાય એ બધાનું વેદન કરનાર જીવ પોતે જ છે. બાહ્યમાંથી અનુભવજ્ઞાનની પ્રાપ્તિ કેમ થાય તે દમ બતાવતાં શ્રી આનંદઘનજી લખે છે,