________________
૩૧
અનુભવ રસ
Iક
પદ-૬
માતમ અનુભવ fસવો ” સંસારરસના ત્યાગી અને આત્મવૈભવના ભોગી એવાશ્રી આનંદઘનજી મહારાજ આ છઠ્ઠાપદની શરૂઆત કરતાં સાખીમાં લખે છે,
आतम अनुभव रसिकको,अजब सुन्यो विरतंत। निर्वेदी वेदन करे, वेदन करे अनंत।।
આ સાખીમાં કવિએ ગૂઢ રહસ્યભર્યું છે. પરસ્પર વિરોધી લાગતી વાતોનું આશ્ચર્ય પમાડે તેવી રીતે અર્થઘટન કર્યું છે. કવિએ ચેતનને અનુભવરસિક કહ્યો છે. અનુભવ એટલે યથાર્થ સ્વરૂપનો સાક્ષાત્કાર અથવા અવબોધ. સાધકને અનુભવ જ્ઞાન માટે પ્રબળ પુરુષાર્થ ખેડવો પડે છે. જ્યારે અનુભવજ્ઞાન જાગે છે ત્યારે તે યોગીનું કાર્યક્ષેત્ર અધ્યાત્મ બની જાય છે. આત્માનુભવીના મનની સ્થિતિ જ્ઞાનની અસર તળે સર્વ અવસ્થામાં બરાબર જળવાઈ રહે છે. તેનું અવલોકન ક્ષેત્ર વિશાળ બની જાય છે. તેથી શ્રી મોતીચંદ કાપડિયા લખે છે કે એને વિષયોનું વીરપણું કષાયોનું કલુષિતપણું ને ઇન્દ્રિયોનું પરપણું પ્રત્યક્ષ દેખાય છે, કારણ કે જીવનો પુદ્ગલ સાથેનો સંબંધ, કર્મકૃત વિચિત્રાવસ્થા પ્રત્યક્ષ દેખાય છે. એટલે જ અખો ભગત કહે છે,
જેમ વાયુ વહે બહુ ગંધને, ઉત્તમ અધમ અપાર પણ હે અસંગી તે થકો, સ્પર્શે નહિ લગાર
તત્ત્વદર્શી પુરુષને એમ જાણો દેહભાવ” તે દરેક અવસ્થામાં સમત્વભાવી બની રહે છે તેના કોઈપણ કાર્યમાં ગૃધ્ધિભાવ વર્તતો ન હોય. એટલે કે તે દેહભાવમાં રાચે નહિ. તેના વિચારોમાં, ભાષામાં અને એની કાર્યપ્રણાલીમાં એક એવો ભાવ પ્રગટ થાય છે કે જે સામાન્ય વ્યકિતઓના જીવનમાં કદી પણ જોવામાં આવતો નથી. કવિએ આ પદમાં આશ્ચર્ય પમાડે તેવી વાત કરી અને અનેરું રહસ્યોદ્ઘાટન કરતાં કહે છે કે સાધક નિર્વેદી હોવા છતાં વેદન કરે છે.
શ્રીમદ્ દેવેન્દ્રસુરિજી કહે છે,