________________
અનુભવ રસ
૩૦
ધર્મમય માને છે અને સપ્તનયોની અપેક્ષાએ ષટદર્શન કે જે એકેક નયથી આત્માના એકએક અંગ ગણાય છે તેનો પણ સ્યાદવાદ દર્શનની અપેક્ષાએ આત્મામાં સમાવેશ થાય છે.
પુદ્ગલ દ્રવ્યથી આત્માની સત્તા ન્યારી છે પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર પર્યાયોની અપેક્ષાએ આત્મા સર્વ સમાપ છે. સમગ્ર વિશ્વનો જ્ઞાન, દર્શન, ચારિત્ર પર્યાયમાં સમાવેશ થાય છે. મૂળભૂત આત્મદ્રવ્યને પકડી આનંદઘન સ્વરૂપની સિદ્ધિને પામતા ને ૫રમાર્થ માર્ગે ચાલતાં અનુભવાનંદના અમૃતસને ચાખી શકાય છે. જે પરંપરાએ નાટકિયાના ખેલને ખતમ કરી પરમપદની પ્રાપ્તિ કરાવે છે:
કવિશ્રી આનંદઘનજીએ ચાર કડીના આ પદમાં આત્મદ્રવ્ય અને દેહધારી જીવનું નિરૂપણ ભિન્ન-ભિન્ન નયદેષ્ટિએ નિરૂપી આત્મતત્ત્વની ઉપાસના ઉપર ભાર મૂક્યો છે.
22