________________
૨૯
અનુભવ રસ જૈન દર્શન “અપ્પા સો પરમપ્પા” નું નિરૂપણ કરે છે. જગતના સર્વ સ્થાનોમાં પરમાત્મ સ્વરૂપ આત્મા બિરાજમાન છે. એક નયાપેક્ષા આત્માની સર્વસ્થાનોમાં સત્તા છે છતાં પણ વિશ્વના સર્વ પદાર્થોથી આત્માની સત્તા સર્વથા ન્યારી તથા સ્વતંત્ર છે.
શ્રી મોતીચંદ કાપડિયા સમજાવે છે,
“સામાન્ય જીવને સર્વવસ્તુનો સામાન્યબોધ થાય છે. ત્યારે તે આત્માનો સર્વ વસ્તુ સાથેનો સંબંધ વિચારી તેનો ખ્યાલ કરે છે. તેનું નિરીક્ષણ કરી તેના રસનું આસ્વાદન કરે છે. એટલે તપેક્ષયા સર્વવ્યાપી કહી શકાય. પરંતુ પરમાત્માદશામાં તેની સત્તા તો ન્યારી જ રહે છે. સિદ્ધસ્થાન એક જ છે પરંતુ ત્યાં પણ વ્યક્તિત્વ તો દરેક આત્માનું સ્વતંત્ર રહે છે. અવગાહના જુદી જ પડે છે.
વેદાંતીઓ કહે છે કે માયા અને પરમાત્મા બંને તર્ન જુદા જ છે. માયા, આત્માને પોતાની જાળમાં ફસાવી જુદાં-જુદાં ખેલ કરાવે છે. ત્યારે જૈન દર્શન કહે છે કે માયા તો આત્માની વૈભાવિકસ્થિતિ છે. જે મોહનીયકર્મની ચાર પ્રકૃતિ છે. ક્રોધ, માન, માયા અને લોભ તેમાં વેદાંતમાન્ય માયાનો પણ સમાવેશ થઈ જાય છે. -~--
આત્માને સંસારમાં બાંધી રાખનાર કષાય છે. કષ + આ = કષાય, જેના વડે સંસાર વૃદ્ધિ થાય તે કષાય. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન એમ ચાર- પ્રકારે ચાર કષાય છે. અનંતાનુબંધી કષાય સંસારને ઊભો કરે છે. ઉપમિતિ ભવ પ્રપંચમાં કહ્યું છે કે આ ચાર કષાયોનો સેનાપતિ મિથ્યાદર્શન છે જે સર્વજીવોને પોતાના સકંજામાં ફસાવે છે અને જીવ પાસે વિધવિધ પ્રકારના ખેલ કરાવે છે. કવિ કહે છે કે નટનાગરની બાજી પણ આવી છે. એ ક્યારેક એક દેખાય છે તો વળી ક્યારેક અનેકરૂપ પણ દેખાય છે. ક્યારેક દેશ્યાન છે તો ક્યારેક અદેશ્યમાન થઈ જાય છે. તે ઉત્પન્ન થાય છે તથા વિણસી જાય છે છતાં પણ ધૃવત્વ ધારણ કર્યું છે. નટનાગરે મદારીની રમત માંડી છે. પણ રમત સમજવી ઘણી કઠિન છે.
શ્રી બુદ્ધિસાગર મહારાજ સાહેબ લખે છે. અનેકાંતવાદીઓ આત્માને તે તે નયોની અપેક્ષાએ સર્વજ્ઞાનાદિ