________________
અનુભવ રસ
૧૨૦
આપના એક એક પ્રદેશ પર સ્થાન મેળવીશ. ત્યારે ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષરૂપી જે મલિનતા છે તે નાશ પામી જશે. હે પ્રભુ ! આપને મળવાના મેં અનેક ઉપાયો કર્યાં, છેવટે આજે એમાં સફળતા મળી અને મારી અભિલાષાઓ પૂર્ણતાને પામી.
શુદ્ધચેતનાને ચેતનના દર્શન થતાં તે કેવા પ્રકા૨નો શૃંગાર કરે છે તે વાત કવિ આનંદઘનજી બીજી કડીમાં કહે છે,
प्रेम प्रतीत राग रुचि रंगत, पहिरे जीनी सारी; મર્દિવી મવિત્ત રંગી રાવી, ભાવ બંનન મુષોરી - અવધૂ.. ।। ૨।।
આર્યનારી પતિના મનોરંજન માટે પોતાના શરીર ઉપર વિધવિધ પ્રકારનાં શૃંગાર કરે છે. પરંતુ પતિ જો દૂર દેશાવર હોય તો સતી સ્ત્રી શૃંગારનો ત્યાગ કરી સફેદ વસ્ત્ર પરિધાન કરે છે. પત્ની પતિના મનોરંજન માટે શરીર પર ઝીણી સાડી પહેરે છે. કારણકે તે સાડીમાંથી પોતાનાં અંગપ્રત્યંગના દર્શન થતાં પતિ તેના તરફ આકર્ષાય છે. તેવી રીતે શુદ્ધચેતના પણ ચેતન મળતાં શૃંગાર સજે છે. કહેવત છે કે સારાં કપડાં તથા અલંકાર ગારાની ગોરને પહેરાવો તો તે પણ સુંદર લાગે છે ત્યારે માનવ શૃંગા૨ ક૨ે તો કોને ન ગમે ? અહીં શુદ્ધચેતના પણ શૃંગાર કરે છે. તેમણે પ્રેમની પ્રતીતિ કરી રાગચિના રંગથી રંગેલી ઝીણી સાડી શરીર ૫૨ ધારણ કરી છે.
કવિએ આ કડીમાં ચાર શબ્દનો પ્રયોગ કર્યો છે. તેમાં સર્વ પ્રથમ ‘પ્રેમ’. પ્રેમ એટલે જે વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે પ્રેમ હોય તે વ્યક્તિ કે વસ્તુ માટે જાણતાં અજાણતાં એવું જ કાર્ય થાય કે જે તેનાં સર્વાંગ ઉત્કર્ષ માટે જ હોય. પ્રેમ સર્વજનપ્રિય છે. આ શબ્દમાં બંધુભાવ છે. પ્રેમમાં નિર્દોષતા છે તથા પ્રેમમાં પવિત્રતા પાંગરે છે. સર્વજન હિતાય અને સર્વજનસુખાયની ભાવના કેળવાય છે. જેના પ્રેમમાં જે રંગાય છે તેની પાછળ તે ઘેલાં હોય છે. તેને તેના સિવાય બીજે ક્યાંય ગમતું કે ગોઠતું નથી. પ્રતીત.... વિશ્વાસ.... શ્રદ્ધા. શ્રદ્ધા તો આત્માનો સ્વભાવ છે, તે ગુણ છે, ગુણનો નાશ ન થાય પરંતુ તેમાં વિકૃતિ જરૂર આવી શકે છે. હવે ચેતનાને ચેતનના દર્શન થઈ ગયા તેથી તેને પ્રતીતિ થઈ ગઈ છે કે હવે ચેતન મને છોડીને ક્યાંય જવાનો નથી.