________________
૧૬૭
અનુભવ રસ જડથી તું ભિન્ન છે. જડવસ્તુઓની ઈચ્છા કરવી તે વિષ સમાન છે. તું તારા જ્ઞાન દ્વારા આત્માના જ્ઞાનામૃતનું પાન કર. આત્મતત્ત્વનું ચિંતન કરતાં કવિશ્રી જીવવિજયજી લખે છે,
“પારકી આશ સદા નિરાશા, એ છે જગજન ફાંસા, તે કાઢન કું કરો અભ્યાસા, લહો સદા સુખવાસા
આપ સ્વભાવ મેં રે, અવધુ સદા મગનમેં રહેતા.” પારકી આશ સદા નિરાશામાં જ પરિણમે છે અને તે લોકોને ગળાફાંસો આપી ફસાવે છે. આશા રઝળાવે છે, મુંઝવે છે, ચિંતારૂપ ચિતામાં બાળે છે, જે આવી આશાને નાથવાનો અભ્યાસ કરે છે અને તેના પર ચિંતન કરે છે તે હંમેશાં સુખભવનમાં સૂવે છે. જે પોતાના સહજ સ્વભાવમાં મગ્ન રહે છે તે આત્મગુણ સંપત્તિનો ભોકતા બને છે. માનવ મનની આશાઓ કદી પણ પૂર્ણ થતી નથી.
એક નીતિ વચનમાં કહ્યું છે, लाल चालनमधश्चरणावपात, भूमौ निपत्य वदनोदरदर्शन च। पिण्ऽदस्य कुरुते गजपुंगवस्तु, घीरं विलोकयति चाहुशतैश्च त्के।।
માણસ રોટલી આપશે એ આશાથી કૂતરો પોતાની પૂંછડી હલાવે છે, પગમાં આળોટે છે, જમીન પર ચતો સૂઈ મોટું અને પેટ બતાવે છે તો પણ દયાહીન માણસને તેના ઉપર દયા આવતી નથી. તેથી કૂતરું છેવટે દયામણે મોઢે નિરાશ થઈ ચાલ્યું જાય છે. ત્યારે હાથી કુતરાથી ઊલટા સ્વભાવવાળું પ્રાણી છે. તેને ખવરાવવા મહેનત કરવી પડે છે. કાલાવાલા કરવા પડે, તે ગંદી કે સડેલી વસ્તુ ખાઈ નહીં એ જ તેની ઉત્તમતા છે. તે મહાકાય હોવા છતાં, પ્રાણી જગતનું શ્રેષ્ઠ પ્રાણી ગણાય છે, ત્યારે કૂતરાની કોઈ કિંમત નથી. તેમ આશીભાવ ત્યજી જે નિરાશીભાવ તરફ વળે છે, તે સર્વ પ્રથમ પર વસ્તુની અનિત્યતા જાણે છે તેને સ્વરૂપ જ્ઞાન થતાં પદાર્થની આશાથી મુક્ત બને છે.
જડ-ચેતનની ભિન્નતાના ચિંતનથી આત્માનુભવનો રસ જામે છે અને આત્મરસિકભાવ જાગૃત થાય છે અને આત્માનુભવ રસાસ્વાદ કરતાં જીવમાં એક પ્રકારની ખૂમારી પેદા થાય છે. એક વખત આ ખુમારી આવ્યા પછી કદી પણ જતી નથી. મદિરાનો નશો ક્ષણિક વાર