________________
અનુભવ રસ
૧૬૮ રહે છે ત્યારે કવિ કહે છે, આત્માનુભવ રસપાનની ખુમારીનો નશો કદી પણ ઊતરતો નથી, મદિરાપાનનો નશો ઊતરતાં હાથ-પગ તૂટે છે શરીર શિથિલ થઈ જાય છે કામ કરવાનો ઉત્સાહ ઓસરી જાય છે ત્યારે આત્મરસ પાન થતાં ખુમારીની વૃદ્ધિ થતી રહી છે. આત્મવિશુદ્ધિ થાય છે. સ્વભાવમાં સ્થિરતાં આવતાં સાધક પરભાવથી મુક્ત થતો જાય છે, જેથી સ્વરૂપાનંદની મોજ માણે છે. પર પદાર્થની આશામાં જીવતા પ્રાણીની શી દશા થાય છે તે બતાવતાં કવિશ્રી આ પદની બીજી કડીમાં કહે, - आशादासीके जे जाए, ते जन जगके दास। માણાવાસી રે ને નાચવ, નાયવર અનુભવ થાસા... કાશા.૨ાા
જેમ કહેવત છે કે “ઘડો તેવી ઠીકરીને મા તેવી દીકરી” તેમ જેવાં મા-બાપ હોય તેવાં સંતાનો પાકે છે. જે પ્રાણીઓ આશાદાસીનાં સંતાન છે તે પણ દાસજ કહેવાય છે અને જગતના દાસ બની ને જીવે છે. તૃષ્ણાને વશવર્તી પ્રાણી બધાની ગુલામી કરે છે. પગમાં પડે છે તથા જો હુકમીપણાનો સ્વીકાર કરી શિકારી બની જાય છે. ધનની આશામાં ધનવાનનાં પગમાં પડે છે અને જો તે ઠેબ્રુ મારે તો ફરી ફરીને તેના પગ પકડી કરગરે છે. આવી આશાના પાસમાં પડેલો માનવ ન કરવાનાં કાર્યો કરે છે. જડમૂર્તિ સામે સોના-રૂપાનાં અલંકારો મૂકી ધનવાન, પૂત્રવાન બનવાની તે સ્પૃહા રાખે છે. કામીપુરુષ કુલટાઓનો હુકમ ઉઠાવે છે. અને દયનીય સ્થિતિ ભોગવે છે. ત્યારે જ્ઞાની પુરુષો તો આશાના નાયક બનીને રહે છે. જેથી આશાદાસી બનીને તેની સેવા કરે છે એટલું જ નહીં પણ હુકમ ઉઠાવનારી ગૃહણી બનીને રહે છે. જે આશાનો નાયક તેનો પર પદાર્થ પ્રત્યેનો રાગભાવ છૂટતો જાય છે એટલે પદાર્થની આશા પર પ્રભુત્વ પેદા કરે છે પરિણામે તેની વૃત્તિ સંતોષના ઘરમાં આવે છે જેથી તેને સ્વરૂપસ્થ થવાની પિપાસા જન્મે છે. આવો પ્રાણ આત્મઘનને પામી જ્ઞાનધની બને છે.
કવિએ આ કડીમાં “પિપાસા' શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્યાસ શબ્દમાંથી “પ્યાસા' શબ્દ બને છે. પ્યાસા શબ્દનો અર્થ તુષિત એવો થાય છે.