________________
૧૬s
અનુભવ રસ
यावद्यावच्छरीराशा धनासा वा विसर्पति
तावत्तावन्मनुष्याणां मोहग्रत्थिर्द्रढी भवेत् માનવીની જેમ જેમ શરીર તથા ધનની આશા ફેલાતી જાય છે તેમ તેમ મોહગ્રંથિ વધારે વધારે દેઢ થતી જાય છે. જો એ આશારૂપ તૃષ્ણાને રોકવામાં ન આવે તો તે વિશ્વવ્યાપી બની જાય છે. પછી તેનાં મૂળ એટલાં ઊંડા નખાય છે કે જેને કાપવા અતિ મુશ્કેલ બને છે. આશાનો પ્રભાવ મન પર પડતાં મનની નિર્મળતા નષ્ટ થઈ જાય છે. પણ જો જીવમાં આશા ત્યાગનો ભાવ પ્રગટ થાય તો તેના અવલંબનને જીવ નિર્મમત્વ બની શાંતિ અનુભવે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ લખે છે,
स्वभावलाभात् किमपि प्राप्तव्यं नाव शिष्यते। .
इत्यात्मैश्वर्यसंपन्नो, निःस्पृहो जायते मुनिः।। નિજ સ્વભાવની પ્રાતિ સિવાય બીજું કંઈ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. આત્મ ઐશ્વર્યથી યુક્ત મહામુનિ આ પ્રકારે ચિંતન કરી નિઃસ્પૃહી બને છે. જ્યારે પારકી આશા પર જીવનારા પ્રાણીઓ આશાવાદીને હાથ જોડી પ્રાર્થના કરે છે ને ઘેર-ઘેર ભીખ માંગતો ભટકે છે અને દુઃખ ભોગવે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે,
परस्पृहा महादुःख, निःस्पृहत्वं महासुखम्
एतदुकतं समासेन लक्षणं सुखदुखयोः।। પર પુગલની સ્પૃહા એ જ મહાદુઃખ છે. નિઃસ્પૃકતામાં મહાસુખ છે. આશાનાં આશ્રયે પડેલા પ્રાણી ગામના કૂતરા જેવી દશા ભોગવે છે. જેમ ગામનું કૂતરું રોટલાની આશામાં ઘરે ઘરે ભટકે છે તેમ આશાને તૃષ્ણાયુક્ત પ્રાણી જડ-ચેતનના સ્થાને સ્થાને ભટક્યાં કરે છે. અનંતજ્ઞાન પાત્ર પ્રાણી તો આખા જગતને તૃણખલાવત જુએ છે. પુદ્ગલમાં આનંદ લેનારી રતિનો સાથે પ્રીતિ કરનારી સ્પૃહાને તો આત્મજ્ઞાનીઓ પોતાના હૃદયમાંથી બહાર ધકેલી દે છે. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે કે - “હે ચેતન ! આશાના વશમાં પડીને તું કેમ તારા પોતાના શુદ્ધ સચિદાનંદમય ધનને જોતો નથી? તું ચૈતન્ય લક્ષણથી લક્ષિત છે. આ દુનિયામાં પર વસ્તુઓ ગમે તેવી પ્રિય મનાયેલી હોય પણ તે જડ છે.