________________
૪૯
અનુભવ રસ
11311
मूल उत्तर गुण मुद्राधारी, पर्यंकासन चारी । रेचक पूरक कुंभक सारी, मन इन्द्रि जयकारी..... સાધક યોગમાર્ગમાં જેમ જેમ પ્રગતિ કરતો જાય છે તેમ તેના અનુભવો વૃદ્ધિ પામે છે અથવા લબ્ધિ, સિધ્ધિ પ્રગટ થાય છે. કવિ બાળ સંન્યાસીને કહે છે કે મૂલગુણ સ્વરૂપ યમને પામ્યા પછી યોગી પ્રૌઢ બનતો જાય છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મૂળ ગુણ છે. અહિંસામાં દયા-દાન સમાઈ જાય છે. જૈન દર્શનાનુસાર ઉત્તરગુણોમાં પિંડવિશુદ્ધિ, ગૌચરીના બેતાલીશ દોષનો ત્યાગ, પાંચ સમિતિ, ત્રણ ગુતિ વગેરેનો સમાવેશ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે,
इरिया भासेसगादाणे, उच्चारे समिइ इय । मणगुत्ती वयगुत्ती कायगुत्ती य अठ्ठमा ।।
ઇર્યા, ભાષા, એષણા, આદાનભંડમત્ત નિક્ષેપણાસમિતિ, પરિઠાવણિયા સમિતિ, મન ગુતિ, વચન ગુપ્તિ, કાયગુપ્તિ એ અષ્ટ પ્રવચન માતા છે.
( ૧ ) ઇર્યા:- સાધક શરીરાર્થે ચાલવા પ્રવૃત્તિ કરે તો સાડા ત્રણ હાથ નીચે જમીન ૫૨ દૃષ્ટિ રાખીને ચાલે. સૂર્યનાં પ્રકાશમાં ચાલે ને રાતે પોંજી પોંજીને પગ મૂકે તથા જ્યાં માણસોની ગમનાગમન ક્રિયા વિશેષ થતી હોય તે માર્ગે ચાલે તેને ઇર્યા સમિતિ કહે છે.
=
(૨ ) ભાષા સમિતિઃ– સાધક યત્નાપૂર્વક બોલે, કોઇને દુઃખ થાય તેવું ન બોલે, રસ્તે ચાલતા કારણ વિના ન બોલે, રાતના પહોર રાત્રી ગયા પછી મોટે અવાજે ન બોલે અને સમયોચિત બોલે.
(૩) એષણા સમિતિ:- શય્યા, આહાર, વસ્ત્ર, પાત્ર નિર્દોષ ગ્રહણ કરે. ખાન-પાનાદિક વસ્તુ બે ગાઉ ઉપરાંત લઈ જઈ ભોગવે નહીં અને પહેલા પહોરનાં આહાર-પાણી ચોથે પહોરે વાપરે નહીં.
(૪) આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિઃ સાધુના ઉપકરણ જેવા કે રજોહરણ, મુહપતી, ચાદર, ચોલપટ્ટો, કાષ્ટ કે માટીના પાત્ર, આસન, સંસ્તા૨ક વગેરે યત્નાપૂર્વક લે તથા મૂકે. કાળે કાળે પડિલેહણ કરે અને સંયમનાં સાધન સમજી તેને ભોગવે.