________________
૧૬
૧૬
અનુભવ રસ આવી ઉચ્ચદશાનું વર્ણન કરતાં શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે,
“સર્વભાવથી ઉદાસીનવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેત હોય જો, અન્ય કારણે અન્ય કશું કર્ભે નહીં,
દેહે પણ કિચિંત મૂચ્છ નવ હોય જો.” મનમાંથી ઊઠે તે વિચાર. વિચાર કોઈ સંજ્ઞારૂપ બને ત્યારે તેને વૃત્તિ કહેવામાં આવે છે. પણ ભાવ તો આત્મજન્ય છે. આવા ભાવ “છ” છે. ઔદયિક ભાવ, ક્ષાયિકભાવ, ઉપશમભાવ, ક્ષયો પક્ષમભાવ, પારિણામિકભાવ અને સન્નિવાઇ ભાવ છ ભાવો પૈકી એક પારિણામિક ભાવ આત્મભાવ છે. શેષભાવ કર્મજન્ય છે. સત્તામાં પડેલ કર્મનો ઉદય થતાં જે ભાવ પ્રગટે તેને ઔદયિકભાવ કહેવાય છે. કર્મોનો ક્ષય થતાં જે ભાવ જન્મે છે તેને ક્ષાયિકભાવ કહેવાય છે. એવી જ રીતે ઉપશમ અને ક્ષયોપક્ષમભાવ પણ કર્મોનો ઉપશમ કે ક્ષયોપશમ થતાં પ્રગટે છે. આ બધા ભાવો કર્મસાપેક્ષ હોવાથી હેય છે ત્યારે પારિણામિકભાવ મોક્ષગતિમાં તથા સિદ્ધસ્થાને પણ હોય છે. તેથી જ કૃપાળુદેવ કહે છે કે મારી તો આ બધા ભાવોમાં પણ ઉદાસીનવૃત્તિ જ છે. આ દેહ જે ધારણ કર્યો છે તેમાં ફક્ત સંયમ હેતુ જ છે. પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં હવે રુચિ નથી. સંયમ અર્થે જે સાધનો જોઈએ તે જ મારે ઉપભોગ્ય છે તે સિવાય મારે બીજું કાંઈ જોઈતું નથી. આ સ્થૂલ દેહ ટકે કે પડે, સડે કે ગળે તેમાં પણ મારો મૂચ્છભાવ નથી. જેમ વાસણ ફૂટી જાય તો ઉકરડે ફેંકી દેવાય તેમ જે દેહ સંયમ સાધનામાં ઉપયોગી ન બને અને રોગથી ઘેરાય જાય તે દેહની પછી આળપંપાળ શું કરવાની હોય. કારણ હવે તે ફૂટેલ વાસણ જેવો થઈ ગયો છે. તેથી વોસરાવવા યોગ્ય બની જાય છે. સ્વાનુભૂતિરૂપ જ્ઞાન પ્રગટ થતાં જીવ એક ઉત્તમદશામાંથી પસાર થતો રહે છે. આવા જ્ઞાનીઓની ક્ષણે ક્ષણે જાગૃતિ હોય છે. જેમ શાહુકાર, ઘરમાં કોઈ ચોર પ્રવેશી ન જાય તે માટે ચારે બાજુ દૃષ્ટિ કરતો રહે છે. તેમ સત્યજ્ઞાની પુરુષો પોતાની ચિતવૃત્તિમાં ક્યાંય વિષય-કષાય, વાસનાની મલિનતા આવી ન જાય તે માટે સતત જાગૃત રહે છે. આજ એની છે સાચી સાધના. આવા ઉત્તમ સ્વરૂપને પામ્યા પછી તેની અવસ્થાનું વર્ણન મુખે કહ્યું જાય તેમ નથી. તેથી જ, .