________________
૧૫.
અનુભવ રસ “વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવૈ વિસરામ,
રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવ વાકો નામ.” નિજ સ્વરૂપજ્ઞાનને અનુભવજ્ઞાન કહે છે. આવું અનુભવજ્ઞાન જાગૃત થતાં મોહ ખસવા માંડે છે. આ પ્રકારનું જ્ઞાન પ્રગટ થતાં જીવ કેવી દશા અનુભવે છે તે વિષે કવિ શ્રી આનંદઘનજી મહારાજ બીજી કડીમાં કહે છે,
घट मंदिर दीपक कियो, सहज सुज्योति सरूप। માપ પરામાપદી, તનત વસ્તુ ઝનૂપ.. સુદામા.. / ૨ાા
હૃદયમંદિરમાં સહજ પ્રકાશરૂપ દીપક પ્રગટ થયો છે. જેથી જીવ સ્વયં પોતાની અને પારકી વસ્તુને અનુપમ રીતે સ્થાપિત કરી શકે છે. અંધકારને કારણે આ જીવ ઉન્મત્ત બની કુમતિની સાથે ખેલ કરતો હતો પરંતુ હવે તો હૃદયમંદિરમાં સ્વયં જ્ઞાનજ્યોતિનો પ્રકાશ પડવા લાગ્યો છે. તેથી આત્માને શુદ્ધચેતના સાથેનો સંબંધનું સ્મરણ થવા લાગ્યું છે. આજ સુધી સ્વપરનો વિવેક નહોતો તે જ્ઞાનદીપક થતાં પ્રાપ્ત થયો છે.
જેમ સૂર્યના કિરણથી અંધકાર દૂર થાય છે તેમ અનંતાનુબંધી ચાર કષાય અને દર્શનમોહનો ઉપશમ થતાં ચિત્ત સ્વમાં સ્થાપન થાય છે. મોહ મદિરાનો નશો ઊતરી જતાં શુદ્ધાત્માનો અનુભવ એજ સમ્યગ્દર્શન છે.
શ્રી કુંદકુંદાચાર્યજી સમયસારમાં કહે છે, "ववहारोऽभयत्थो भूयत्थो देसिदो टु सुद्धणओ।
भूयत्थ मस्सिदो खलु सम्माइट्ठी हवइ जीवो।। આત્માનુભૂતિ એટલે શુદ્ધનયથી ભૂતાર્થની ઉપજતી શુદ્ધ આત્માનુભૂતિ સમજવી અથવા આત્માનુભૂતિજન્ય સભ્યશ્રદ્ધા જ સમ્યગ્દર્શનનું લક્ષણ છે.
આવા અનુભવને પામ્યા પછી ચેતન ચેતનાને કહે છે કે હવે મને તારા પ્રત્યે સાચો સ્નેહ થયો છે. આજ સુધી મારી પરમાં સ્વબુદ્ધિ હતી, પણ હવે મારા વિવેકચક્ષુ ખુલી ગયાં છે. હવે પરમાં મારી મતિ કામ કરતી નથી. પરંતુ સ્વમાં તે સ્થિર થઇ ગઇ છે. જેથી બાહ્ય સર્વ પદાર્થો પ્રત્યે મારા દિલમાં ઉદાસીન ભાવ વર્તે છે. મને હવે બહારમાં ક્યાંય રુચિ રહી નથી.