________________
૧૪
અનુભવ રસ તમન્ના જાગી છે.
કાળલબ્ધિનો પરિપાક થતાં અને સત્પુરૂષાર્થ ઉપડતાં જીવ યથાપ્રવૃત્તિકરણ કરે છે. અહીં સુધી સર્વ સામાન્યજીવો પણ પહોંચી શકે છે. પરંતુ જીવનો પુરુષાર્થ તીવ્ર બનતાં તે અપૂર્વકરણ સુધી પહોંચી જાય છે. દર્શનમોહના ક્ષયોપશમને કારણે પાંચ લબ્ધિ પ્રગટ થાય છે.
શ્રી નેમિચંદ્રાચાર્યજી લખે છે, खयुवसम विसोही देसणा, पाउठा करण लदिघए;
चत्तारिवि सामाण्णा करणं पुणं होदि सम्मते।। સમ્યકત્વની પ્રાપ્તિમાં આ પાંચલબ્ધિ કારણભૂત છે. (૧) ક્ષયોપશમ લબ્ધિ (૨) વિશુદ્ધ લબ્ધિ (૩) દેશના લબ્ધિ (૪) પ્રયોગ લબ્ધિ અને (૫) કરણ લબ્ધિ. પ્રથમની બે લબ્ધિ સુધી સર્વ જીવો જઈ શકે છે પરંતુ પ્રયોગ લબ્ધિ સમ્યકત્વની તીવ્ર પ્રગતિ કરે છે, કરણ લબ્ધિમાં જીવ કરણ કરે છે ત્યારે દેશનાલબ્ધિ સમ્યકત્વ પ્રાપ્તિની રહસ્ય ચાવી છે કારણકે કર્મના ક્ષયોપશમથી જીવની વિશુદ્ધિ થાય અને તેને સદ્ગનાં ઉપદેશની પ્રાપ્તિનો જોગ બને, પછી તેને સમ્યકત્વની પ્રાપ્તિ થાય.
શુદ્ધચેતના એટલે જ્ઞાનલક્ષણ ચૈતન્યની શુદ્ધતાવાળો આત્મા કે જેની પરિણતિ અત્યાર સુધી “પર” તરફ હતી તે હવે “સ્વ” તરફ દૃષ્ટિ કરે છે અને “સ્વ” માં સમાવવા પુરુષાર્થ કરે છે અને જ્યારે “સ્વ” માં સમાઇ જાય છે ત્યારે તેને અપૂર્વઆનંદ થાય છે. જેને શાસ્ત્રમાં અપૂર્વકરણ કહેવામાં આવે છે અને ત્યારબાદ અનિવૃતિકરણ કરી રાગ-દ્વેષની ગ્રંથિનો ભેદ કરે છે તે અવસ્થા તે સમ્યકત્વદશા છે સમ્યકત્વદશામાં જીવ સાક્ષાત્ સ્વનો અનુભવ કરે છે.
શ્રી મોતીચંદ કાપડિયા લખે છે, જે
જ્યારે આત્માને સૂક્ષ્મબોધ એટલે કે વસ્તુ સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે તેને સમજાય છે કે વાસ્તવિક રીતે પોતે કોણ છે? શું સ્વરૂપ છે? તથા અત્યાર સુધી હું જેને મારું માનતો હતો તે કોણ છે તે સત્ય સ્વરૂપે સમજાય છે.
સ્વ” સ્વરૂપ સમજાતાં આત્માનંદ થતાં મન પણ શાંત થઈ વિશ્રાંતિ પામે છે. કવિ શ્રી બનારસી દાસ “સમયસાર' નાટકમાં લખે છે કે –