________________
અનુભવ રસ
૨૪૪ ડૂબાડી શકતું નથી તો પવન સૂકવી શકતો નથી. તેથી સાચો ધર્માત્મા આત્માને શરીરથી ભિન્ન અજર અમર અવિનાશી માને છે. જગતનો દરેક ધર્મ આત્માનો સ્વીકાર કરે છે.
કવિ કહે છે કે ચેતનાને ચેતનને મળવાની તડપ લાગી છે. તે કહે છે કે મને તો મારા સ્વામીમાં રસ છે. તેના સિવાય કોઈ સ્થાને મારું હૃદય રમતું નથી તેથી શુદ્ધ ચેતના કહે છે,
कंतडा में कामण, लोकडामें शोक।
एक ठामे किम रहे, दूध कांजी थोक...मीठडो।।२।।
મારા પતિમાં એવું કામણ છે કે એક વખત તેની સાથે દેષ્ટિ મિલાવ્યા પછી બીજે ક્યાંય ગમતું નથી. બસ પછી તો તેમાં લીન થઈ જવાય છે ને આનંદની છાયા છવાઈ જાય છે. આ ચામડાની જીભે તેનું વર્ણન શું કરું?
પતિનાં ચરણોમાં જે આનંદ અનુભવાય છે તે અન્યત્ર નથી. દુનિયામાં જ્યાં જોઉં છું ત્યાં દરેક સ્થાને શોકની ઘેરી વાદળી ફરી વળી છે. ઇષ્ટ વિયોગે શોક અને અનિષ્ટ સંયોગે શોક છે. આવા અશુભ સંયોગ વિયોગમાં શોક મગ્ન થઈ જવાય છે, તેથી આવી દુનિયાથી દૂર રહીને મારે આત્મસ્વામીની સેવામાં તત્પર બની તેમાં જ ઐકયતા અનુભવવી છે. પણ સ્વામીની સેવા અને દુનિયાના પ્રપંચો આ બંને કાર્ય એક સાથે થઈ શકે નહીં. જેમ દૂધ અને છાશ એક સાથે રહી શકે નહિ. દૂધમાં છાશનું ટીપું પડી જાય તો દૂધ બગડી જાય. તેવી રીતે આત્મસ્વામીની સેવા કરતાંકરતાં જો દુનિયાનાં કાર્યો કરીએ તો સેવાધર્મમાં વિકૃતિ પેદા થાય. તેથી આત્મસ્વામી જ આ જગતમાં મારે માટે એક જ છે. જેમ હજારોનાં ટોળામાં પણ સ્ત્રી પોતાના પતિને ઓળખી લે છે તથા તેને જ જોયા કરે છે એ રીતે વિધવિધ સ્થાનોમાં ફરતા અને વેશ ભજવતાં ચેતનને ચેતના ઓળખી લે છે ને વારંવાર જોયા કરે છે. પણ ચેતન હજુ ચેતના સામું જોતો નથી માટે જ ચેતનાની વ્યાકુળતા વધતી જાય છે.
પ્રત્યેક આત્મવાદમાં કામણ છે. જેમ કોઈ સ્ત્રીએ પતિ પર કામણ કર્યું ન હોય તેવી રીતે ચેતના પણ કહે છે કે ચેતન પતિમાં કામણ છે. તેથી મને તેના પર અત્યંત રાગભાવ વર્તે છે. શુદ્ધ ચેતના તેની સ્વયંની દશા