________________
૨૪૫
અનુભવ રસ વ્યક્ત કરતાં કહે છે,
कंत विण चो गति, आणु मानुं फोक। उघराणी सिरड किरड, नाणुं खरं रोक...मीठडो।। ३।
પતિવ્રતા સ્ત્રી પતિની ગેરહાજરીમાં ગમે ત્યાં ગમનાગમન કરે તે યોગ્ય ન ગણાય. પતિ ઉઘરાણી પાથરીને ગયો હોય તો વિધવા સ્ત્રી ઉઘરાણી પતાવી શકતી નથી. કારણ કે કોઈ પૈસા આપતું નથી. ફોગટ ધક્કા ખવરાવે અને ઉઘરાણી સૂઈ જાય. તેનાં કરતાં કવિ કહે છે કે “ના રવજું રો” રોકડું નાણું સારું. જ્યારે જરૂર પડે ત્યારે વાપરી તો શકાય. તેમ ચેતના કહે છે કે આત્મસ્વામીની જ્યાં સુધી પ્રપ્તિ ન થાય ત્યાં સુધી ચારે ય ગતિમાં ધકકા ખાવાના છે. પર દ્રવ્ય પાસે સુખની આકાંક્ષા ખોટી છે. હે દેવ! મને મારી મૂડી મળી જાય પછી ક્યાંય ઉઘરાણી કરવાની જરૂર નથી.
ધર્મની મોટી-મોટી વાતો કરવાથી આત્મધનની પ્રાપ્તિ થતી નથી. એ તો કથની કથે સહુ કોઈ, રહેણી અતિ દુર્લભ હોય.
જબ રહેણીકા ઘર પાવે, તબ કથની લેખે આવે.
ધર્મકથની કરનારા આ દુનિયામાં ઘણાં છે. પણ કથની અનુસાર કરણી કરનારા મળવા દુર્લભ છે. મોક્ષની, શુદ્ધાત્માની, શુદ્ધભાવની તથા શુભાશુભભાવ કર્મ બંધરૂપ છે. તે ભાવ હેય છે. તેવું કહેનારા ઘણાં છે પણ શુદ્ધાત્માને પામનારા, શુદ્ધભાવમાં સ્થિર થનારા તથા અશુભભાવને છોડનારા વિરલાત્મા કોઈક જ હોય છે. જો કથન-કરણી એક ન હોય તો તે પોપટિયું જ્ઞાન કહી શકાય. દવાની વાતો કરવા માત્રથી દેહનું દર્દ ચાલ્યું જતું નથી પણ દવાનું સેવન કરવાથી દર્દ દૂર થાય છે. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ કહે છે,
કહણી તો જગત મજૂરી, રહણી હે બાંધી હજુરી, કહણી સાકર સમ મીઠી, રહણી અતિ લાગે અનિઠી..
કથની કરવી એ તો દુનિયાની મજૂરી સમાન છે. તે સાકર જેવી મીઠી તો લાગે છે પણ કહેવા પ્રમાણે કરવું તે અતિ કઠિન છે.
શુષ્કજ્ઞાની બની, વાતો કરી, જન સમુદાયને મનોરંજન કરાવી શકાય, પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ પ્રબળ પુરુષાર્થ વિના શક્ય નથી. તેના