________________
૨૪૩
અનુભવ રસ રહે છે. જેમકે ગરમ કરેલ લોખંડ અગ્નિમાંથી કાઢયા પછી ધીરે-ધીરે અગ્નિ નીકળી જાય છે ને લોખંડ રહી જાય છે તે રીતે દેહ તથા દેહીનો સંબંધ છે.
આત્માને જીવ શબ્દથી પણ સંબોધવામાં આવે છે. પણ જીવતત્ત્વમાં જીવના પાંચસોત્રેસઠ ભેદ બતાવ્યા છે. તે કર્મ સાપેક્ષ છે. કવિ આનંદઘનજીએ આ પ્રથમ કડીમાં પ્રિયતમનપ્રિયતમાનું રૂપક પ્રયોજયું છે. તે જૈનદર્શનની દૃષ્ટિએ છે. આ રૂપક અન્ય દર્શનોની દૃષ્ટિએ ઘટાવવામાં આવે તો વિઘ્નો આવવાનો સંભવ છે. અન્ય દર્શનોના મત કેવા છે તે જાણવાથી આ વાત વધારે સ્પષ્ટ થશે.
વેદાંતદર્શન એકેશ્વરવાદી છે. તે ઈશ્વરના અંશને માને છે. સર્વ જીવો તેનાં અંશી છે. જેમ સૂર્ય એક છે પણ તેનાં સહસ્ત્ર કિરણો જુદાં-જુદાં છે. સૂર્ય વગર કિરણો સંભવી શકે નહીં એ રીતે ઈશ્વર વિના જીવનું અસ્તિત્વ નથી. સૃષ્ટિનો ઈશ્વર કરતા માનનારા દર્શનકારો ઈશ્વરને સર્વ શક્તિમાન ગણે છે. સૃષ્ટિના કર્તા, ધર્તા અને નિયામક પરમાત્માને માનવામાં આવે છે તથા સૃષ્ટિનો તમામ આધાર ઈશ્વર પર જ છે. એ જ બ્રહ્મા, વિધાતા અને પરમ પિતાના નામોથી ઓળખાય છે. પૃથ્વી પર જ્યારે ધર્મની ગ્લનિ થાય છે ત્યારે ઈશ્વર અવતાર ધારણ કરે છે અને દુષ્ટોનો નાશ કરે છે અને સૃષ્ટિનું સંરક્ષણ કરે છે. આમ તેઓ ઈશ્વરને પ્રધાનતા આપે છે. જેને વેદાંત માયા કહે છે તેને જૈનદર્શન કર્મ કહે છે. આત્મશક્તિ પાસે કર્મશક્તિ નહિવત છે. સર્વશ્રેષ્ઠશક્તિ આત્મામાં છે. ભારતીય પરંપરામાં સાંખ્ય, વૈશેષિક, નૈયાયિક, મીમાંસક, ચાર્વાક, બૌદ્ધ ઇત્યાદિ દર્શનોની આત્મા વિષેની માન્યતા ભિન્ન-ભિન્ન પ્રકારની છે. ઉપનિષદમાં આત્મા વિષે કહ્યું છે,
अजो नित्यः शाश्वतोऽपुराणो।
न हन्यते हन्यमाने शरीरे॥ શ્રી ભગવદ્ ગીતામાં કહ્યું છે કે
नैनं छिदन्ति शस्त्राणि, नैनं दहति पावकः।
न चैनं कलेदयन्त्यापो न शोषयति मारुतः।। આત્માને શસ્ત્ર કાપી શકતું નથી. અગ્નિ બાળી શકતી નથી, પાણી