________________
અનુભવ રસ
૧૪૮
શુદ્ધ આત્મસ્વરૂપ અંતર વિના મને ક્યારે પ્રાપ્ત થશે. જેના મનમાં એવી પ્રતીતિ થાય કે આ વસ્તુ મેળવવા યોગ્ય છે તે વસ્તુ મેળવવા પ્રબળ ઝંખના જાગે તથા સતત પુરુષાર્થ ઉપડે તો એ વસ્તુ જરૂર મેળવી શકાય છે અથવા જેણે મેળવી છે તે વ્યક્તિનું માર્ગદર્શન લેવાથી તે વસ્તુ સહજતાથી મેળવી શકાય છે. દુર્લભ વસ્તુ પણ સુલભ બની જાય છે. સદ્ગુરુના શરણ વિના કાંઈ સુલભ નથી. પણ સદ્ગુરુ કોને કહેવાય ?. તેના માટે શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે,
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા........
જેના કષાયો મંદ પડી ગયા છે. મોક્ષ તરફની સતત લગની લાગી છે વળી જે ગુણાનુરાગી છે. બીજાના પહાડ જેવડા દોષને રાઈ જેવડા જુએ છે અને નાના ગુણને મોટો ગણે છે તેવી વિશિષ્ટદેષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે તે સદ્ગુરુ અથવા સંતપુરુષની કોટિમાં આવી શકે છે. તેથી શ્રી આનંદઘનજી કહે છે કે હે સંતો, મારે વસ્તુતઃ શુદ્ધ આત્મ સ્વરૂપ સાથે અભેદ પ્રીતિ છે. મારો એજ સાચો સ્નેહી છે. આવા ઉત્તમ સ્નેહીનો સંગાથ હતો છતાં પણ હું આજ સુધી અજાણ હતો. મારી વસ્તુ જે મારી પાસે જ હતી તે આપે મને શોધી આપી. ગુરુનાં ઉપદેશથી જણાયું કે આજ સુધી હું જેને મારા માનતો હતો તે બધાં ખોટા છે, પરાયા છે. મારા સાચા સગા કોણ છે તે સમજાયું. હવે હું તેને પામવા ઉત્સુક છું. મારો પ્રભુ મારાથી આટલો નજીક છે તે જાણ્યા પછી મારી ધીરજ રહેતી નથી. હવે મારું લક્ષ્ય તે દિશામાં મંડાયું છે. તેમાં જ મારી સ્થિરતા છે. જેમ-જેમ સ્થિરતા સાધતો જાઉં છું તેમ તેમ મારા સંબંધીઓથી મારું મિલન થતું જાય છે. તે બધામાં સર્વ પ્રથમ છે સમતા. ત્યારબાદ ક્ષમાદિ દશ યતિ ધર્મો, ઈન્દ્રિય સંયમ, કષાયત્યાગ, યોગ નિરોધ વગેરે શક્તિઓ પ્રાપ્ત થતી જશે.
સાધકને આત્મમિલનની તીવ્ર જિજ્ઞાસા જાગી છે. તીવ્રવ્યથા ઊભી થઈ છે. આવી અંતરદશાનું વર્ણન કવિ બીજી કડીમાં કહે છેઃ जन जन आगल अंतरगतनी, वातलड़ी कहुं केही; આનંવધન પ્રમુ વૈદ્ય વિયોગે, જીમ નીવે મધુમેહી....જ્યારે ૨૫ સ્વરૂપ૨મણતાના જિજ્ઞાસુ સાધક સંતો પાસે જાય છે અને પોતાના