________________
૧૪૯
અનુભવ રસ મનની વાત કરે છે. સાથે સાથે તેને એવું પણ લાગે છે કે હું મારી આ વ્યથા કોની પાસે જઈને કરું? આવી વાતો ગમે તેની પાસે ન થાય. બધાને કહેવાથી તો લોકો આપણને મૂર્ખ ગણે. વસ્તુ નજીક હોવા છતાં દેખાતી નથી. અસ્થિરતાને કારણે પદાર્થ જ્ઞાનમાં પણ ભ્રમ ઊભો થાય છે અને એ જ મોટો રોગ છે. જેમ અસ્થિર પાણીના તરંગોમાં પણ અસ્થિરતા જણાય છે તેમ મારા યોગની અસ્થિરતાને કારણે શુદ્ધ સ્વરૂપ જણાતું નથી ને ખોટો ભ્રમ પેદા થાય છે. આજ મહારોગ મને લાગ્યો છે. આવી મારી અંતરવેદનાની વાતો હું કોને કોને જઈને કરું? હે નાથ ! આપ તો કુશળ વૈધ છો. જેને મધુમેહનો રોગ થયો હોય તે કુશળ વૈધ સિવાય જીવી ન શકે. હે દેવ! આપ મારા રોગનું નિદાન કરી મને રોગ મુક્ત કરો. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે,
આત્મભ્રાન્તિ સમ રોગ નહીં, સદ્ગુરુ વૈધ સુજાણ, ગુરુ આશા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. / ૧ાા.
મારી ભ્રાન્તિના ભાંગનારા પ્રભુ આપ જ છો આપના શુદ્ધ સ્વરૂપની વિચારણાથી તથા ધ્યાનથી મારામાં પણ એવું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થશે. હું મારામાં નિત્યાનંદ પ્રભુને પામી શકીશ. મારા નાથનું પરોક્ષ સ્વરૂપવિચારતા તેમાં લયલીન બની જતા પણ અનેરો આનંદ અનુભવું છું. ક્ષયોપશમભાવથી સમ્યચેતના ચોથા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાન સુધી તેનો પરોક્ષ અનુભવ કરે છે એટલે કે પરોક્ષપ્રમાણમાં સમાવેશ થાય છે.
શ્રી બુદ્ધિસાગરજી કહે છે કે “ક્ષાયિકભાવથી શુદ્ધચેતના કેવળજ્ઞાનરૂપ છે અને તેનો પાદુર્ભાવ તેરમાં ગુણસ્થાનકમાં થાય છે”. અહીં શુદ્ધચેતના ચેતનને પ્રત્યક્ષ મળે છે. ક્ષયોપશમભાવે કે ઉપશમભાવે શુદ્ધ થયેલી ચેતનાને અપેક્ષાએ શુદ્ધચેતના માની શકાય છે.
શુદ્ધચેતના અનુભવને કહે છે કે હવે મારાથી જીવી શકાતું નથી. હું વિભાવદશાથી પીડાઈ રહી છું. મારી આ બીમારીથી કુશળવૈધ સિવાય . કોઈ મને મુક્ત કરી શકશે નહીં. હે આનંદઘન પ્રભુ! મારી બીમારીનું મૂળ આપ જ કાઢી શકશો. આજ હું આર્ત બની ગઈ છું. શ્રી રહી છું.
આ પદમાં સાધકની કેવી તીવ્ર જિજ્ઞાસા છે, કેવી ઝંખના જાગે છે તે બતાવવામાં આવ્યું છે. આત્માની વાતો સાંભળવાથી કે સ્મરણ કરવાથી