________________
અનુભવ રસ
૨૩૬
ચેતનને પોતાની અનંત શક્તિનાં જાણે દર્શન જ થતાં નથી. જ્ઞાન, દર્શન સુખને અનંતવીર્ય જેવી મહાન શક્તિઓ પડી હોવા છતાં તેનું તો તેને જ્ઞાન કે ભાન જ નથી. વાસ્તવમાં ચેતન નાયકને લાયક છે. ષટદ્રવ્યને જાણનાર તથા જોનાર ચેતન છે અને તેની સાથે સંબંધ સ્થાપિત કરનાર પણ ચેતન જ છે. ૫૨ને પ્રકાશતો ચેતન સ્વદૃષ્ટિ કરે તો નાયકના બિરૂદને શોભાવે તેવો છે વળી અનંત ગુણનો ધણી હોવાને કા૨ણે તેને નાયકને લાયક કરી શકાય. અરે ! એ તો સ્વભાવતઃ લાયક નાયક છે. છતાં પણ તે જ્યારે ભોગતૃષ્ણાને આધીન હોય ત્યારે કર્મ સ્વામીત્વ વ્યક્ત છે અને તેનું ગુણ સ્વામીત્વશક્તિમાં અવ્યક્તરૂપે પડેલું જ છે. ચેતન તો ઉત્કૃષ્ટ આનંદ ભોગવવાને લાયક છે. પણ અત્યારે તો તેને ભોગ – તૃષ્ણાના એક એક બાણ હણી રહ્યાં છે. અનંતશક્તિપુંજ ચેતન અત્યારે તો બિચારો બાપડો થઈ ગયો છે.
जीर्यन्ति जीर्यत, केशा, दंता जीर्यन्ति जीर्यतः । योवनाशा धनाशा च जीर्यतोऽपि न जीर्यंति।। માનવના વાળ સફેદ થઈ જાય, દાંત પડી જાય, વૃદ્ધાવસ્થા આવી જાય તો પણ તેની ભોગેચ્છા કે ધનેચ્છાને જાણે ઘડપણ આવતું નથી. સાધકજીવનમાં પણ આ ભોગેચ્છા ભાન ભૂલાવે છે.
સ્થૂલિભદ્રે લોકલાજ છોડી અને અણિક મુનિએ સાધુજીવનનો ત્યાગ કર્યો. ભોગની અસર તળે માનવ અધમાધમ કામ કરે છે. ભોગવૃત્તિના નિરંકુશથી પોતાનું જોર બરાબર જમાવે છે. તેથી ચેતના કહે છે કે હૈ સમતા ! મને મારાસ્વામીને મળવાની તીવ્ર ઈચ્છા છે. મારા તન, મનમાં તેનું જ રટણ છે.
ચોથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી ચેતનાની શુદ્ધિ થતી જાય છે. જેમ જેમ ગુણસ્થાનની શ્રેણી વધતી જાય છે તેમ તેમ અનંતગણી શુદ્ધિ થતી જાય છે. જેમ જેમ સ્વરૂપસ્થ થવાય તેમ તેમ ગુણસ્થાનક આરોહણ વધતું જાય છે.
ચેતના, પોતાના સ્વામીનું સ્વરૂપ વારંવાર વિચારે છે તેથી આઠમા નિવૃત્તિબાદર ગુણસ્થાનકથી ક્ષપકશ્રેણીનો અને શુક્લ ધ્યાનનો પ્રારંભ થાય છે. શુક્લ ધ્યાનમાં શુદ્ધચેતના પોતાનાં સ્વામીની સાથે ઐકય અનુભવે