________________
અનુભવ રસ પદાર્થો ઉત્પન્ન, લયની સ્થિતિવાળા છે. પરંતુ જો તે પોતાના સ્વભાવમાં રહે તો શોભાસ્પદ લાગે છે. શ્રી અમૃતચંદ્રાચાર્યજીએ “સમયસાર” ના ત્રીજા કળશમાં કહ્યું છે
“યત્તળછયો , સમો અધ્યસ્થ શું? તો
बंधकहा एयत्ते तेण विसंवादिणी होई।।" નિશ્ચયથી સર્વપદાર્થ પોતપોતાના સ્વભાવમાં સ્થિત રહ્યું જ શોભા પામે છે. પરંતુ જીવની અનાદિકાળથી પુગલ કર્મ સાથે નિમિત્તરૂપ બંધઅવસ્થા હોવાને કારણે જીવમાં વિસંવાદ ઊભો થયો છે. તેથી તે શોભા પામતો નથી, પણ તે માટે વાસ્તવિક વિચારણા કરવામાં આવે તો એકપણું જ સુંદર છે. તેનાથી જ જીવ શોભા પામે છે.
આયુષ્ય તે તો કાળનો પ્રભાવ છે, શરીર પર તેનો પ્રભાવ પડ્યા વિના રહેતો નથી માટે જ કહ્યું છે, “આયુષ્ય તે તો જલના તરંગ
જેમ પાણીમાં પરપોટો થાય છે ને ક્ષણમાં વિલય પામી જાય છે. સમુદ્રમાં જેમ મોજાં ઊઠે છે અને તેમાં જ વિલય થઈ જાય છે તેમ આયુષ્ય પણ ક્ષણિક છે. કવિએ આ પદમાં વહી જતાં આયુષ્ય માટે અંજલિજલની સરસ ઉપમા આપી છે. કવિ કહે છે કે “હે ભોળા ! ક્યાં સુધી તું આ રીતે મોહનિંદ્રામાં સૂતો રહીશ? કારણ આયુષ્ય તો અસ્થિર છે. ક્ષણે ક્ષણે તેનો નાશ થતો જ રહે છે.”
સૂર્ય ઊગે છે ને આપણી જિંદગીનો સુવર્ણ ટુકડો લઈ અસ્તાચલ ભણી ચાલ્યો જાય છે. માટે જાગ! જેમ પહેરેગીર દિવસ- રાત ઘડિયાળની જેમ ડંકા વગાડ્યા કરે છે તે સમયનું ભાન કરાવે છે તેમ જ્ઞાની પુરુષો પણ સમય (આત્મતત્ત્વ) નું, શુદ્ધ સ્વરૂપનું ભાન કરાવે છે ને કહે છે કે હે જીવ! ઇન્દ્રિયોના ભોગમાં તો તારું આયુષ્ય ઘડીકમાં પૂર્ણ થઈ જશે. માટે ક્યાં સુધી તે વિષયોમાં રાચ્યો રહીશ?
શ્રી મોતીચંદ કાપડિયા લખે છે કે “જે વસ્તુ પોતાની નથી, જેમાં ખરું સુખ નથી, જે અનિત્ય છે તેમાંથી સુખ મેળવવાની લાલચે પ્રવૃત્તિ કરી રહેનાર જીવને ગાંડો કહેવામાં આવેલ છે. કારણ કે એ સ્થિતિમાં તે પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. વૈભાવિક સ્વપ્નોને સત્ય માની તેમાં જ રાચ્યો રહે છે. માટે હે માનવ! ઊંઘમાંથી ઊઠ અને જાગૃત થા.