________________
અનુભવ રસ
હૈ પ્યારા અનુભવ ! મારી ચિત્તરૂપી ચકવી પતિવિરહે હૃદયના દુઃખથી જાણે કે મારા હૃદયના બે ટુકડા થઈ જશે, માટે હૃદયને બંને હાથે દાબી દુનિયામાં ફરે છે. ચક્રવાક અને ચક્રવાકી નદીના સામેના તટ ઉપર હોય છે પરંતુ રાત્રિ થતાં ચક્રવાક તથા ચક્રવાકીનું મિલન થતું નથી તેથી ચક્રવાકી આખી રાત પિયુ પિયુનું રટણ કરતી ફર્યા કરે છે. તેમ ઢે મિત્ર ! મારી પણ એવી જ દશા છે કે મારું હૃદય હમણાં જ બેસી જશે. વિરહને કારણે મા૨ા હૃદયના ધબકારા પણ વધી ગયા છે. હવે તો હૈયું પણ હાથ રહેતું નથી. માટે તને કહું છું કે તું મારા પતિને મેળવી આપ. હે નાથ ! હવે તો તમે દર્શન આપો.
છેલ્લી કડીમાં કવિ કહે છે,
૨૦૩
आतुर चातुरता नहि रे सुनि समता टुंक बात;
9
आनंदघन प्रभु आय मिले प्यारे, आज धरें हरभात... मिलापी ।। ५ ॥
સુમતિ અનુભવ મિત્રને કહે છે કે આજ સુધી તે મારી ઢંગધડા વિનાની વાતો સમતાથી સાંભળી. તને ખ્યાલ છે ને કે જેને ઘણી આતુરતા હોય તેને ચતુરાઈ રહેતી નથી કારણ કે વ્યકિતને કાંઈક મેળવવાની ઝંખના જાગે છે ત્યારે તેની માનસિક સ્થિતિ ડોળાયેલી રહે છે. હે પ્યારા મિત્ર અનુભવ ! મેં તારી પાસે નિરર્થક ઘણો બબડાટ કર્યો, આવી વાતોથી કદાચ તને નારાજગી આવી ગઈ હશે. પણ ભાઈ ! તું તો વિવેકી છે. તું જાણે છે કે ગરજવાનને અક્કલ ન હોય તેમ તું મારી બધી વાતો પર ધ્યાન ન આપતો. અત્યાર સુધી તે ઘણી સમતાથી મારી વાતો સાંભળી. બસ ટૂંકમાં મારે એ જ કહેવાનું છે કે તું ગમે તેમ કરીને આનંદસમૂહ ચિદાનંદ સ્વરૂપ પ્રભુને મારે ઘરે લઈ આવ. મારા નાથ ઘરે આવતાં મારા આંગણીએ આનંદની રંગોળી પુરાશે.
અધ્યાત્મરસના અનુભવી આ સંતે આ પદમાં અદ્ભુત આધ્યાત્મિક ગાંભીર્ય ભર્યું છે. સાચા મુમુક્ષુની આવી જ સ્થિતિ સર્જાઈ છે. ઝુરણા વિના આત્માને મેળવી શકાતો નથી. અત્યંત ઝુરણા થાય, રાતદિવસ આત્મા સિવાય જેના તન, મન કે વાણીમાં બીજું કાંઈ ન હોય, આવી સ્થિતિ આવે ત્યારે આત્મા મળે જેને શાસ્ત્રીય પરિભાષામાં સમ્યગ્દર્શન કહેવાય છે. ભાવોમાં તીવ્રતા આવતાં વિકલ્પોમાંથી મુક્ત થવાય છે ને સ્વરૂપદશા