________________
૨૦૨
અનુભવ રસ
निसि अंधियारी मोही हसे रे, तारे दांत दिखाइ; भादु काटु में कियो प्यारे, असूअन धान वहाइ...मिलापी।।३।।
હે અનુભવ! તું મારા મનની સ્થિતિ જાણે છે. મન જ્યારે દુઃખી હોય ત્યારે પ્રકૃતિ પણ રડતી જ દેખાય છે. રાત-દિવસ આ વિરહ વ્યથાથી મારું મન દુઃખી થઈ રહ્યું છે. તેમાં વળી અંધારી રાત્રી તો જાણે મારા દુઃખ પ્રત્યે હસી રહી છે તેથી તે મને બહુ વસમી લાગે છે. તેમજ આ આકાશમાં દેખાતા તારાગણ તો જાણે દાંત કાઢી કાઢીને ખડખડાટ મારા પર હસી રહ્યા છે ને મારી ઠેકડી કરી રહ્યા છે. એક તો હું દુઃખી છું અને તે બધા આમ કરીને મારા દુઃખ ઉપર ડામ દઈ રહ્યા છે.
હે મિત્ર! મેં ચેતનના વિયોગમાં આંસુની એટલી ધાર વહાવી છે કે આ ભાદરવા મહિનામાં બધે કાદવ થઈ ગયો છે. ચોમાસામાં વરસાદ પડે છે તે માટે કવિએ સુમતિના આંસુની કલ્પના કરી છે. કાચા રસ્તા પર વરસાદને કારણે ગારો તથા કાદવ થઈ જાય છે. કવિએ અહીં વ્યથાની અતિશયતા દર્શાવવા માટે પાણી અને કાદવની સરસ કલ્પના કરી છે.
વિરહીજનો માટે રાત્રી વધારે ભયાનક હોય છે કારણ કે રાત્રીના એકાંતસ્થાનમાં કામદેવ પોતાનું જોર વધારે ચલાવે છે. સંસારગ્રસ્ત સ્ત્રીઓ સંસારમોહમાં આસક્ત હોવાથી પતિ વિરહમાં અત્યંત વિલાપ કરે છે. આંસુડા સારે છે. પણ તેનું સાધ્ય ઈન્દ્રિયની વિષયની તૃમિ હોય છે પરંતુ અહીં તો સુમતિ બોલી રહી છે તે શુદ્ધ પ્રેમથી પતિ તરફ આકર્ષાય છે. તેનું સાધ્ય શુદ્ધ ચેતનત્વ પ્રગટ કરવાનું છે. વિરહીજનોને વ્યાકુળતા થવાનું કારણ તેની મોહદશા છે. અહીં અંધારી રાત એટલે અજ્ઞાન. આ આત્મજ્ઞાનનાં આવરણરૂપ દશા છે. તેમાં તારાઓ રૂપ દંત પંકિત તે મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાનાદિ ઉપરથી શ્વેત દેખાતા ખોટા ચમકારા સમજવા. અશ્રુની ધારા ચાલે છે તે વધારે ખેદયુક્ત સ્થિતિ બતાવે છે.
સુમતિ કહે છે કે હે મિત્ર! આ રીતે હું પતિવિરહમાં રડી રહી છું છતાં પણ મારા પતિ મારા ઉપર કૃપા કરી મંદિરે પધારતા નથી, માટે હે મિત્ર! તું મને તેને મેળવી આપ. કવિ કહે છે, चित्त चोरी चिहुं दिसे फीरे, प्राणमें दो करे पास; ઉનાઓં નોરાવરી થારે, તી ન છીને રીસ..મિલાપી...