________________
૧૮
અનુભવ રસ આત્માથી આત્મા સાથે વાતો કરતાં વર્ષો વીતી જાય છે પણ તેને સમયનું જ્ઞાન કે ભાન રહેતું નથી.
શ્રી મોતીચંદ કાપડિયા બતાવે છે તે પ્રમાણેઃ
આ કડીમાં ની વસ્તુથો શબ્દનો યોગની પરિભાષામાં અર્થ અનાહત નાદ થાય છે. યોગમાં ધીરે ધીરે પ્રગતિ કર્યા પછી જ્યારે સ્થિરતા આવે છે ત્યારે અતિમધુર ધ્વનિ અંતઃકરણમાંથી ઊઠે છે જેની મીઠાશ જગતના સર્વ પદાર્થથી અનેકગણી અધિક હોય છે.
આત્માને પામવાની જેને લગની લાગી છે તેઓ જગતથી તક્ન ઉદાસીન હોય છે. દુનિયા શું બોલશે કે બોલે છે તે સાંભળવા ને વિચારવાની તેને ઈચ્છા સુદ્ધા નથી હોતી. શ્રી આનંદઘનજી મહારાજ પણ આવા ઉદાસીન હતા તેઓ આત્મજ્ઞાતા હોવાને કારણે તેમની વાણી અકથ્ય તથા અપૂર્વ જ હોય છે. યોગથી અયોગ તરફ જવા તેમણે આત્માની આહલેક જગાવી અને શુદ્ધ ચેતનાને ચેતનમાં જોડી માટે જ શ્રી આનંદઘનજી અનુભવજ્ઞાની હતા. તેમણે આ પદમાં આત્માનુભવને સુહાગણના પ્રેમનું રૂપક આપ્યું છે. તેથી એ અનુભવ અપૂર્વ અને અકથ્ય કહ્યો છે. જેને એ અનુભવ થયો હોય એ જ તેને બરાબર જાણી- સમજી શકે છે. કવિ એ ઘટને મંદિરનું અને આત્માનુભવને દીપકનું રૂપક આપ્યું છે.
આ રીતે તીવ્ર અનુભૂતિને વ્યક્ત કરવા સચોટ અભિવ્યક્તિ પણ કવિને સહજ પ્રાપ્ત થયેલ છે.