________________
57
અનુભવ રસ
મેડતા શહેર સાથે આનંદઘન મહારાજનો સંબંધ વિશેષ હશે એવું તેમના જીવનની દંતકથાઓ પ૨થી જણાય છે. એક દંતકથાઓ પરથી જણાય છે. એક દંતકથા એવી છે કે મેડતામાં એક મોટા શેઠ રહેતા હતા. તેઓ આનંદઘનજીને આગ્રહ કરી ચાતુર્માસ માટે લાવ્યા હતા. આનંદઘનજી ઉપાશ્રયમાં નિયમિત વ્યાખ્યાન આપતા, તેઓ લોકોમાં ખૂબ પ્રિય થઈ પડયા, ત્યાંના ઉપાશ્રયમાં એવો નિયમ હતો કે શેઠ આવે પછી જ વ્યાખ્યાન શરૂ થાય, આ રિવાજ વર્ષો થયા ચાલ્યો આવતો હતો. તે આવે નહિ ત્યાં સુધી વ્યાખ્યાનની શરૂઆત થાયનહિ.
પરંતુ આનંદઘનજી તો એવા રિવાજને સ્વીકારે એવા નહોતા, એક દિવસ શેઠ સમયસર ન આવ્યા એટલે આનંદઘનજીએ કલ્પસૂત્રનું વ્યાખ્યાન શરૂ કર્યું. શેઠ આવ્યા અને જોયું કે વ્યાખ્યાન ચાલુ થઈ ગયું છે. તેથી તેઓ રોષમાં બોલ્યા, ‘મારા આવ્યા વિના વ્યાખ્યાન શરૂ કરનારા તમે કોણ ? કપડાં હું વહોરાવું છું અને ગૌચરી હું વહોરાવું છું, તમારે મારી રાહ તો જોવી હતી.’૧
આનંદઘનજી જરા પણ ગુસ્સે થયા વિના બોલ્યા, ‘ભાઈ ! અનાજ તો ખવાઈ ગયું છે. પણ લ્યો આ તમારાં કપડાં.' એમ કહી વહોરાવેલાં કપડાં પાછાં આપી દીધાં અને ગુરુ આજ્ઞા લઈ, તેમણે તે જ ઘડીએ ઉપાશ્રય છોડી દીધો. જતાં જતાં શેઠને કહેતા ગયા કે ‘હું તમારા જેવાના પ્રતિબંધથી મારું ચારિત્ર ખૂંટીએ લટકાવવા ઈચ્છતો નથી.' આમ આનંદઘનજી એક નિઃસ્પૃહી, અનાસક્ત અને અપરિગ્રહી સંત હતા.
આમ મહાયોગી અને મહાકવિ એવા શ્રી આનંદઘનજીના જીવન વિશે વિધ પ્રકારની દંતકથાઓ પ્રચલિત બનેલી છે. એમાંની કેટલીક દંતકથાઓ સામાન્ય પ્રકારની છે, કેટલીક ચમત્કારયુક્ત છે તો કેટલીક માત્ર તર્ક કે અનુમાનના પ્રકારની છે કેટલીક દંતકથા એમના પદની પંકિત ઉ૫૨થી સ્ફુરી હોય એ પ્રકારની છે. કેટલીક એક બીજાને મળતી આવે એવી છે, સંતોના જીવનની આસપાસ આવી દંતકથાઓ વણાઈ જાય એ સ્વાભાવિક છે.
૧. આનંદઘન પદ ભાવાર્થ. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ. પૃ.ઃ૧૫૫. વિ. સં.
૧૯૬૯