________________
અનુભવ રસ
૧૪૦ અરૂપી અવિનાશી શાશ્વત પદાર્થ છું. સર્વથી ભિન્ન એવો હું આત્મા છું. હું વર્ણ-ગંધ, રસ, રૂપ, સ્પર્શ સ્વરૂપ નથી, હું તો શુદ્ધ, ચૈતન્ય, અખંડ, અવિનાશી, અગોચર આત્મતત્ત્વ છું. આ પ્રકારનું ચિંતન થતાં માયારૂપી દાસી અને તેના કુટુંબીઓ ક્રોધ, માન અને લોભ વગેરે પર અંકુશ આવી જાય છે. દોઢ દિવસ તેને દાબી રાખવાથી અનુભવજ્ઞાન પ્રગટ થાય છે.
અહીં “હેઢ' શબ્દ એટલે દોઢ દિવસ, એટલે થોડો વખત. અનુભવકલિકા જાગૃત થતાં મતિ આત્મા સાથે મળવા લાગી. મન પણ વ્યવસ્થિત કાર્ય કરવા લાગ્યું તેથી પર્યાયષ્ટિ હટીને દ્રવ્યદૃષ્ટિ બની ગઈ. જે ઇન્દ્રિયો વિષયભોગી હતી તે સ્વરૂપ ગુપ્તા બની ગઈ. જેથી “અમે જઈશું સ્વરૂપ સ્વદેશ જો એક અલૌકિક આનંદનો અનુભવ થાય છે. આ કડીનો ભાવ એવો છે કે સમ્યકદર્શનની પ્રાપ્તિ થતાં, આત્માનુભવ કલિકા ખીલે છે અને ચાર કષાયોનો ઉપશમ થતાં થોડા સમયમાં શુદ્ધ દશા પ્રગટ થાય છે.
ચેતનમાં અનુભવરૂપી સમ્યગ્દર્શનનું કમળ ખીલતાં, કમળની પરાગ ચારેબાજુ પ્રસરે છે. એથી આત્મદશા પ્રગટે છે. આ દશા પ્રગટતાં સંસારનું કાર્ય સીમિત થઈ જાય છે.
શ્રી આનંદઘનજી મહારાજ બીજી કડીમાં કહે છે, जनम जरा मरन वसी सारी, असर न दुनिया जेती; કે વવાય નવા મેં નીંયા, વિરસ પર મમતા ઇતી. સવધ... ૨
આત્મા જયારે નિજવૈભવને જાણી તેના ભોગ માટે યત્ન કરે છે, ત્યારે આત્માનાં જન્મ મરણ અને જરા સીમિત બની જાય છે. જેમ ઊંબરે આવેલ સારા નરસા માણસને આવકાર આપીએ તો તે ઘરમાં પ્રવેશે છે પણ જો ઉપેક્ષા કરવામાં આવે તો તેની મેળે જ ચાલ્યો જાય છે. તેમ અજ્ઞાનને કારણે કુમતિ આંગણાંમાં ઊભી ઊભી રાજ કરતી હતી. હવે સમ્યકત્વનો સૂર્યોદય થતાં કુમતિનાં કાળાં કામો દેખાવા લાગ્યા તેમજ ચેતનને નિજવૈભવ તથા શક્તિનો ખ્યાલ આવ્યો. ચેતન નિજ વૈભવ નિહાળતાં દેહદૃષ્ટિ ગુમાવી દે છે. શ્રી રાજચંદ્રજી કહે છે,
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, એ શાનીનાં ચરણમાં, હો વંદન અગણિત ૧