________________
અનુભવ રસ
૨૪૮ મારી હૃદયગુફામાં પધારો.
કવિએ આ પદમાં તો ગાગરમાં સાગર સમાવી દીધો છે. બિન્દુમાં સિન્હ ભરી દીધો છે. દરેક દર્શનનું મૂળ આ પદમાં જણાય છે. આ પદ આત્મતત્ત્વ પામવા પ્રબળ પ્રેરણારૂપ છે. આત્મા એવો કામણગારો છે કે બધાં ધર્મ તથા દર્શનોની દૃષ્ટિ તેના ઉપર છે. દરેક વ્યકિત આત્માને પામવા જુદા-જુદા માર્ગોનો આશ્રય લે, પણ દરેકનું લક્ષ્ય એક છે. સત્યમાર્ગના આશ્રય વિના જીવ કાંઈ મેળવી શકતો નથી પણ અનંત સંસાર પરિભ્રમણ વધે છે.
આ પદમાં કવિશ્રી આનંદઘનજીએ વાસ્તવિક જગતનાં વહેવારુ દૃષ્ટાંતો આપીને ચેતનાની પોતાના સ્વામી, ચેતનને પ્રાપ્ત કરવાની લગની તત્ત્વદર્શનયુક્ત કવિત્વમય શૈલીએ રજૂ કરી છે. જેની અસર ભાવકના ચિત્ર ઉપર સચોટ થાય છે.