________________
૨૬૩
અનુભવ રસ કાણું પડેલો દારૂનો ઘડો ગળતો હોય અને ચારે તરફ ઢળતાં મદિરાનાં ટીપાંઓથી અપવિત્ર થયો હોય તેને બહારથી સારી મજાની માટીથી મર્દન કરવામાં આવે અને ગંગાના પાણીથી અનેકવાર ધોવામાં આવે તો પણ તે જેમ પવિત્રપણું ધારણ કરતો નથી એ જ પ્રમાણે હાડ, મળમૂત્ર અને લોહીના ઢગલા જેવું આ મનુષ્ય શરીર પવિત્ર થતું નથી. શરીરની મલિનતાના ચિંતનથી શરીર મમત્વ છૂટી જાય પણ સાથે એ પણ વિચારવું ઘટે કે આ શરીર અતિ મેલવાળું છે. એમ હે ચેતન ! વિચાર અને તારા મનોમય કમળને ઉઘાડ. ત્યાં જે સર્વવ્યાપી એક પ્રકાશવાન, મહાપવિત્ર આત્મતત્ત્વ છે તેનું ધ્યાન કર.
ચેતન કહે છે કે હે ચેતના! હવે મને મારું સ્વરૂપ સમજાયું છે. જે નાશવંત છે તે તો લાખ ઉપાયે પણ નાશ પામવાનું જ છે. માટે તેને ન વળગતા હું મારી અનંતસુખસમૃદ્ધિમાં સ્થિર થાઉં. સ્થિર સ્વભાવ એ જ મારી ગતિ છે. તેને પકડતાં રાગાદિ ભાવોથી થતું મૃત્યુ નાશ પામી જશે. જ્ઞાતા-દેષ્ટાભાવને પકડી લઈશ. જેથી કર્મબંધન અટકી જશે. છેવટે ચૈતન્ય સ્વભાવી આત્મા બચી જશે. અમે તો આત્મગુણમાં રમનારાને મોક્ષ મહેલમાં વસનારા છીએ. ચેતન પોતાને સર્વગુણો અને સર્વ પર્યાયોથી શુદ્ધ કરે એટલે પરમપદને પામે, તે માટે કેવું ચિંતન કરવું એનો ભાવ કવિ છેલ્લી કડીમાં બતાવે છે. मर्यो अनंत वार बिन समज्यो, अब सुख दु:ख विसरेंगे। आनंदघन निपट निकट अक्षर दो, नहि समरे सो मरेंगे...अब।।४।।
ચેતન કહે છે કે આજ સુધી હું મારા સ્વભાવને ઓળખી શક્યો નથી અને તે કારણે જ અનંતવાર મરવું પડે છે. આત્મસ્વભાવના અજ્ઞાનને કારણે જ બાહ્ય પુગલોને મારું મારું કરીને દુઃખી થતો રહ્યો ને સંસારમાં ભટકતો રહ્યો. ત્યારે મને મારું પોતાનું ભાન નહોતું કે હું કોણ છું? આજ સુધી શરીરને જ મેં મારું માન્યું હતું. મને મારી અમરદશાનો વાસ્તવિક ખ્યાલ નહોતો. “અમર” શબ્દ ઘણી વાર બોલ્યો પણ અમરત્વને પામવા કદી પ્રયત્ન કર્યો ન હતો. શરીરના સુખ-દુઃખ તે મારા છે તેમ માનતો હતો પણ હવે સમજાયું કે સુખદુઃખ એ તો શાતા-અશાતા વેદનીય કર્મનું ફળ છે. કર્મ તો પારકા છે. તે તો બહારથી આવીને મારી સાથે વસ્યા છે. તેનું