________________
૨૩૨
અનુભવ રસ કાર્મણ વર્ગણાનો માળખો છે. શરીર તો સડન, પડન, ગલન અને વિધ્વંસ સ્વભાવવાળું છે. તે ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે તેમજ દરેક શરીરમાંથી ક્ષણે-ક્ષણે પરમાણુઓ છૂટા પડે છે અને નવા આવીને મળે છે. પણ હું તો અવિનાશીઆત્મા છું. મારા અસંખ્યાત પ્રદેશમાંથી એક પણ પ્રદેશ નથી છૂટો પડતો કે નથી નવો આવીને મળતો. મારો અસંખ્યાત પ્રદેશી આત્મા અખંડ સ્વરૂપી છે. અરૂપી આત્માનાં ત્રણ કાળમાં પણ ટુકડા થતા નથી માટે તે ખંડરૂપ નથી. પુદ્ગલધર્મી શરીરને કેટલીકવાર કાગડા, કૂતરાં, ગીધડાં ખાઈ જાય છે તેવી સ્થિતિ નજરે જોયેલી હોય છે. માટી માટીમાં મળી જાય છે પણ દેહમાં પુરાયેલ અનંત શક્તિપુંજ આત્મા તો અક્ષય, અખંડ, શાશ્વત, સંપૂર્ણ છે. તેવા પરમ શક્તિપુંજને પામી તેમાં જ મારે સ્થિરત્વ પામવું છે.
દેહની ક્ષણભંગુરતા માટે ચિદાનંદજી મહારાજ કહે છે, ઓ ઘટે વિણસત વાર ન લાગે, ચાકે સંગ કહા અબ મૂરખ, છિન્ન-છિન્ન અધિકો પાગે. ઓ કાચા ઘડા કાચકી શીશી, લાગત ઠણ કા ભાંગે, સડણ-પડણ વિધ્વંસ ધરમ જસ, તસથી નિપુણ નિરાગે... ઓ
હે જીવ! તું તારા અવિનાશી ધર્મને સંભાળી લે. શરીર પરથી પોતાપણાનો ભાવ હટાવી નિજમાં જોડ એ જ આત્મધર્મ છે. પર દૃષ્ટિ મૂકી સ્વદૃષ્ટિ કેળવવા શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે,
તે તો અવિનાશી, કાયા પ્રગટ વિનાશી અરું, તું તો હૈ અરૂપી એ તો રૂપી વસ્તુ જોઈએ, મલકેરી કયારી મોહરાયકી પિયારી એ તો,
હોયગી નિયારી એ વૃથા ભાર ઢોઈએ. આમ શરીરની નાશવંત સ્થિતિનું વર્ણન સંત મહાત્માઓએ વિધવિધ રીતે કર્યું છે. શ્રી વિનયવિજયજી મહારાજ ફરમાવે છે,
सच्छिदो मदिरा घटः परिगलतल्लेश संगा शुचिः शुच्यामृद्य मृदा वहि: स बहुशो धोतोऽपि गंजोदकैः नाधः शुचितां यथा तनुभृतां कायो, निकायो महा-विभत्सा स्थिपुरीष मूत्र रजसां नायं तथा शुद्धयति क।