________________
૨૬૪
અનુભવ રસ ચિંતન કરતાં-કરતાં જ્ઞાનદીપક પ્રગટી જશે. જેમાં પોતાનો માર્ગ સ્પષ્ટ જણાય છે. છ દ્રવ્યમાંથી પાંચ દ્રવ્ય-ધર્માસ્તિકાય-ગતિ પ્રદાન કરવાના સ્વભાવવાળું, અધર્માસ્તિકાય-સ્થિરતા પ્રદાન કરવાના સ્વભાવવાળું, આકાશસ્તિકાય-જગ્યા (આધાર) પ્રદાન કરવાના સ્વભાવવાળું પુદ્ગલાસ્તિકાય–સડન-ગલનપઠન કે રૂપ, રસ, ગંધ, સ્પર્શ ને શબ્દ સ્વભાવવાળું ને કાળ ક્યારેય પોતાના સ્વભાવને છોડતા નથી, પરના સ્વભાવમાં હસ્તક્ષેપ કરતા નથી કે પોતાના સ્વભાવમાં હસ્તક્ષેપ થવા દેતાં નથી તો હું (જીવાસ્તિકાય) મારા સ્વભાવને શા માટે છોડું તેમાં જ સ્થિરતા અને રમણતા શા માટે ન કરું તેવા ચિંતન કરતાં-કરતાં જ્ઞાનદીપક પ્રગટી જશે.
હવે ચેતન કહે છે કે હે આનંદઘન પ્રભુ! મારી નજીક જે બે અક્ષર છે તેને મેં ઓળખી લીધા છે. તેને ઓળખી લીધા પછી તો પડછાયો પણ ન લેવાય કારણકે તે વિકારી સ્થાનના બે અક્ષર છે. પણ હું તો અવિકારી છું. હવે તે અવસ્થાને પામવા હે પ્રભુ! મને બે અક્ષરનું સ્વરૂપ સમજાવો. ત્યારે આનંદઘન પ્રભુ કહે છે કે અવિનાશી અને અયોગી એ બે તારા સ્વરૂપ છે. જ્ઞાતા-દષ્ટાભાવ તારો સ્વભાવ, સત્ત-ચિત્ત-આનંદ તારો મૂળભૂત સ્વભાવ છે. માટે આ બે શબ્દનું રટણ કરવાનું છે. જ્ઞાતા-દષ્ટાભાવને કેળવવાનો છે. જેથી શાશ્વત સિદ્ધસ્થાન પ્રાપ્ત થશે.
કવિએ આ પદમાં સંસારી છતાં સિદ્ધ અને રાગી છતાં વીતરાગી આવી ઉચ્ચદશાનું નિરૂપણ કર્યું છે. જ્યારે સત્ય સ્વરૂપ સમજાય છે ત્યારે પોતાને જ પોતાની દયા આવે છે. તેને લાગે છે કે રાગ-દ્વેષ તો વિદેશી છે. તે પોતાના માલિક થઈ બેઠા છે. પણ તે બધા ક્ષણ-ક્ષણ વિનાશી છે. એક પોતાનું સ્વરૂપ સમજાતા બધું સમજાય છે. જેમકે કહ્યું છે,
जो जीवेऽवि विणायइ, अजीवेऽवि वियाणइ।
जीवाजीवे वियाणन्तो, सो हु नाहि उ संजम।। જીવને પોતાનું જ્ઞાન થતાં, અન્ય પદાર્થોનું પણ જ્ઞાન થાય છે. આ પદમાં ચેતનને પોતાનું સ્વરૂપનું ભાન થાય છે કે હું અવિનાશી છું. અખંડ આત્મદ્રવ્ય છું. મારાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય કદી કોઈપણ હાલતમાં નાશ પામતા નથી. વીતરાગદશા એ જ મારી દશા છે. આ જાગૃતિ આવતા