________________
G
અનુભવ રસ તેમણે શ્રાવકને અમદાવાદની માણેકચોક ને અંતરનાં માણેકચોકમાં ઉતારીને ત્યાં ધર્મની દુકાન માંડવાનો ઉપદેશ આપ્યો. પેલા ગરીબ શ્રાવક ઉપર આનંદઘનજીના ઉપદેશની સાચી અસર થઈ. (૧૦) શ્રીમદ્ આનંદઘનજી પર જૂઠો આરોપ
શ્રી આનંદઘનજી મહારાજે કોઈ એક શેઠની સ્ત્રીને સતી થતાં વારી હતી. ત્યારથી તે સ્ત્રી આનંદઘનજી પાસે અભ્યાસ કરવા આવતી હતી. તે અધ્યાત્મજ્ઞાનનો અનુભવ પણ લેતી હતી. પરંતુ કેટલાક દોષ દૃષ્ટિ લોકોએ આનંદઘનજી વિશે એવી ખોટી અફવા ફેલાવી કે, આનંદઘનજીને તેની સાથે સંબંધ છે, પરંતુ લોકસંજ્ઞાને જીતનાર આનંદઘનજી આવી અફવાથી જરા પણ અસ્વસ્થ થયા ન હતા, ઊલટાના તેઓ એથી વિશેષ ધ્યાનારૂઢ થયા હતા.'
(૧૧) જવરને કપડામાં ઉતાર્યો. શ્રી આનંદઘનજી મારવાડમાં વિચરતા હતા. કોઈ વખત જોધપુર રાજ્યમાં વિહાર કરતાં તેઓ કોઈ પર્વત પાસેના ગામની બહાર મંદિરમાં રહ્યા હતા, આ વાતની જોધપુરના રાજાને ખબર પડી. તેથી તેઓ આનંદઘનજી મહારાજનાં દર્શન કરવા આવ્યા. આનંદઘનજીનું શરીર એ વખતે તાવથી ઘણું જ ગરમ થઈ ગયું હતું તથા ધ્રુજી રહ્યું હતું. જોધપુરના રાજાના આવાગમનની વાત જાણીને આનંદઘનજીએ પોતાના તાવને કપડામાં ઊતારીને, તે કપડું દૂર મૂકયું. રાજા પધાર્યા ત્યારે તેઓ શાંત અને સ્વસ્થ ચિત્તે ઉપદેશ આપવા લાગ્યા. આત્માના ગુણોની પ્રાપ્તિ માટે જે જે ઉપાયો લેવા જોઈએ તે તેઓ રાજાને સમજાવવા લાગ્યા. ઉપદેશ, પૂર્ણ થયા પછી, રાજાની દૃષ્ટિ કપડા પર પડી. કપડું ઘૂજતું હતું. રાજાને થયું કે આ કપડું કેમ ધ્રૂજતું હશે? કાંઈ ન સમજાયું એટલે તેમણે આનંદઘનજીને તેનું કારણ પૂછ્યું. આનંદઘનજીએ કહ્યું કે, “આ કપડામાં તાવનાં પુગલો છે રાજન! તમારી સાથે ધર્મમાર્ગની ચર્ચા કરવી હતી, એટલે તાવને મેં શરીરમાંથી કપડામાં ઉતાર્યો અને કપડાને દૂર મૂછ્યું, હવે
૧. આનંદઘન પદ ભાવાર્થ ભા. ૨ શ્રી બુદ્ધિસાગરજી મહારાજ પૃ. ૧૨૯.