SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ ૨સ ૨૦૮ શબ્દો સુમતિની અંતરની દાઝના છે. ચેતનને ઠેકાણે લાવવાની પ્રબળ ઈચ્છા છે. આ ઈચ્છા પૂર્ણ ન થતાં નિરાશા વ્યાપી જાય છે, ત્યારે ગમે તે શબ્દો મોઢામાંથી સહજ સરી પડે છે. બુદ્ધિસાગરજી મહારાજે ચેતનાને બોલતી કરી છે. જે હોય તે આખરમાં ચેતનને વિભાવમાંથી કાઢી સ્વભાવમાં સ્થિર કરવાના જ બધા પ્રયત્નો છે. પછી સુમતિ હો, સમતા હો, કે ચેતના હો, એ બધા આત્મભાવો જ છે. આ પદમાં કવિએ પરિણતિને એક વિયોગિની સ્ત્રી સાથે સરખાવી છે. જીવનમાં જો સુમિત આવે તો સારું કાર્ય થાય અને યોગોની શુભ પ્રવૃત્તિ થતાં શ્રદ્ધાનો સાથ મળે પરંતુ ચેતનને આ સંસારનો રંગ લાગ્યો હોવાને કા૨ણે સ્વભાવ-વિભાવનું ભાન નથી. તેમનામાં સ્વ-૫૨નો વિવેક નથી માટે સુમતિ, સમતા ગુરુ સ્થાને રહી આ કાર્ય કરી રહી છે. આ પદમાં સુમતિ પોતાની અંત૨ વેદના ઠાલવે છે. તેની વેદનાની ઉત્કૃષ્ટતા હૃદયને સ્પર્શી જાય છે. 10;
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy