________________
૨૦૭
અનુભવ રસ
અને મારા સ્વામી વચ્ચે જરાપણ અંતર નથી. તેમ છતાં મારા સ્વામી પરભાવમાં રમણતા કરે છે. તેઓ પોતાના શુદ્ધ ઉપયોગમાં રમણતા કરવાની પ્રવૃત્તિ આદરતા નથી, તેથી તેઓ સાચી વસ્તુને ખોટી અને ખોટી વસ્તુને સાચી જાણે છે ને પછી ફસાય છે. આ કારણે મારી વાત સાંભળવા તૈયાર જ નથી. અરે ! મારી સામું જોવા પણ તૈયાર થતાં નથી. પરઘરમાં શું છે અને નિજઘરમાં શું છે તેનો ચિતાર આપી નિજમંદિરે પધા૨વા વિજ્ઞપ્તિ કરી છે.
હવે સુમતિ કહે છે,
तनु शुद्ध खोय धूमत मन एसे, मानुं कुछ खाइ भांग;
તે પર આનંવધન નાવત, હા ગૌર વીને વાં? તેવો...રૂ।
હે શ્રદ્ધા ! મારા નાથે તો જાણે શરીરની કોઈ શુદ્ધ-બુદ્ધ રાખી જ નથી. જો તો ખરી કેવાં લથડિયાં ખાય છે. ગમે ત્યાં અથડાય છે. ગમે ત્યાં પડે છે. ફાવે તેમ બોલે છે. જાણે કે તેણે ભાંગ ન પીધી હોય ? દારૂ પીધેલાની દશા જેવી ચેતનની દશા થઈ રહી છે. જેની તેની લાતો ખાય છે. ઘરનાનો તિ૨સ્કા૨ સહે છે. અરે ! તેનું મન તો ક્યાંય ચકરાવે ચડયું હોય તેવું લાગે છે. તેના બોલવામાં કંઈ ઢંગધડો નથી તેનાં દિદાર તો જો કેવા વિચિત્ર લાગે છે. તેનું કોઈ ઠામ-ઠેકાણું જ દેખાતું નથી.
શુદ્ધ ચેતનમાં એક બાજુ અનંત ગુણો છે તો બીજી બાજુ વિષયકષાયરૂપી કર્દમમાં વિવિધરૂપે રાચવાપણું જણાય છે. ચેતનના વર્તનને એક ભંગેરીની પંકિતમાં મૂકવામાં સુમતિએ જરાપણ ખોટું કર્યું નથી છતાં પણ સુમતિ સતી સ્ત્રી છે. કોઈ પણ સ્ત્રી પોતાના પતિનું ખરાબ બોલે નહીં અને બોલે તો પણ તેને સંકોચ રહે છે.
સુમતિ અને શ્રદ્ધા બંને સાહેલીઓ છે. તેઓને ભવોભવનો સંગ છે. વળી બંને એક જ ઘ૨માં રહે છે તેથી સુમતિએ શ્રદ્ધાને વાત કરી છે. સુમતિ કહે છે કે ચેતનનાથને સમજાવવામાં કે કહેવામાં મેં કાંઈ બાકી નથી રાખ્યું છતાં પણ જો તે મારે મંદિરે ન પધારે તો મારે આ વાત કોને કોને કહેવા જવી ? મારૂં આ દુઃખ કોની પાસે જઈને રોઉં ? હવે તો હદ થઈ ગઈ છે. હવે તો એટલું જ બાકી છે કે ઢંઢેરો નથી પીટાવ્યો. શું હું વે બાંગ પોકારું ? ઘણી વખત અતિ વેદનામાં આવા શબ્દો સહજ સરી પડે છે. આ