________________
૨૦૯
અનુભવ ૨સ.
ક
પદ-૩૫
જે નારે નારે નારે ના” માનવમાત્ર પોતાની બુદ્ધિ અનુસાર કાર્ય કરે છે. જેનામાં જેવી બુદ્ધિ તેવું તેનું કાર્ય. અનુભવીલોકો તેને મતિ કહે છે. બુદ્ધિ જો સુકાર્ય, સત્સંગ અને સન્શાસ્ત્ર વગેરેમાં વપરાય તો તેથી બીજાને પણ લાભ થાય છે. જેને સુમતિ કહેવામાં આવે છે. સુમતિનો સાથ આત્માને પ્રગતિ પંથે લઈ જાય છે. સુમતિ સમતાનો સાથ કરે છે જેથી તે છે, સાત ગુણસ્થાનક સુધી પહોંચી શકે છે. સમતા શ્રદ્ધાનો સાથ કરે છે તે વહેવાર નયે દસમા ગુણસ્થાન સુધી લઈ જાય છે અને પછી શુદ્ધચેતના ચેતનને સિદ્ધસ્થાન સુધી લઈ જાય છે.
અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં પણ સુમતિની વિરહવેદનાને ઉત્કટતાથી આલેખી છે. ચેતન, કુમતિ સંગે ચડ્યો છે તેથી સંસારરણમાં તે રખડે છે. ચેતનનો આ રઝળપાટ સુમતિને અસહ્ય લાગે છે. હવે આ પદમાં શ્રદ્ધા, સુમતિને આશ્વાસન આપી પોતાને ઘરે જવા સમજાવે છે. સુમતિ પોતાને ઘરે જાય છે છતાં તેને ચેતન સ્વામીના દર્શન થતાં નથી. “દીપક અથવા કાનડો' રાગમાં લખાયેલ આ પદમાં કવિ કહે છે,
करे जारे जारे जारे जा, सजि शिणगार बणाइ आभूषण, गई तभ...सूनी सेजा...करे॥१॥
જ્યારે સુમતિ શ્રદ્ધા પાસે આવી પોતાની દુઃખદ વાતો કરી રહી છે ત્યારે શ્રદ્ધા પણ સુમતિની આ વાતો પ્રેમથી સાંભળે છે. પછી શ્રદ્ધા કહે છે. કે હે સુમતિ! તે અનુભવમિત્રને ચેતનસ્વામી પાસે મોકલ્યો છે તે બહુ સારું કર્યું છે કારણ કે અનુભવ ઘણો જ ચાલાક અને બુદ્ધિમાન છે. વળી એક ક્ષણ પણ તે ચેતનથી દૂર જવા ઈચ્છતો નથી એવી ગાઢ મિત્રતા છે. ચેતન તેનાથી જરૂર સમજી જશે અને તારા મંદિરે પધારશે. મને વિશ્વાસ છે કે તે આવશે, માટે ઘરે જા અને તેના સ્વાગતની તૈયારી કર. '
સુમતિની ઈચ્છા ન હોવા છતાં શ્રદ્ધાના કહેવાથી તે પોતાને ઘરે