________________
૭૮
અનુભવ રસ ભોગવતો આંશિક પણ સુખ અનુભવતો નથી.
કુમતિ દાણા નાખવાની બાબતમાં વક્ર છે. પણ સદ્ગદ્ધિ પોતાની સજ્જનતા છોડતી નથી. ચોપાટમાં કેટલાક તો સોગઠી ગાંડી કરે છે. વક્રગતિને કારણે સોગઠી અંદર બહાર આવી અવળી ચાલે છે. પરંતુ આવી રમત કુમતિને બહુ ફાવે છે. કુમતિ સીધી ચાલ ચાલતી જ નથી. પણ છેવટે કુમતિ હારે છે. અને સુમતિની જીત થાય છે. સામાન્ય દેખાતી વાતને આત્મજ્ઞાની સંતો કેવી અધ્યાત્મદેષ્ટિથી અધ્યાત્મભાવોથી વણી લે છે. તે કવિશ્રી કહે છે,
खेले चतुर्गति चोपर प्राणी मेरो खेले..। नरद गंजीफा कौन गीनत है, माने न लेखे बुद्धिवर..।।प्राणी।।१।।
ચારગતિરૂપ ચોપાટ મારો આત્મસ્વામી ખેલી રહ્યો છે. પરંતુ જેની આંતરદૃષ્ટિ ખુલ્લી ગઈ છે. તેવા જ્ઞાની પુરુષો આવી રમત રમતાં સતત સજાગ હોય છે. તેથી તેઓનાં પરિભ્રમણનો અંત નજીક હોય છે. છતાં પણ કુબુદ્ધિના યોગે રાગ-દ્વેષ ન થાય તે તરફ તેઓ વધારે લક્ષ રાખે છે. તો પણ કુબુદ્ધિ પોતાનો ભાગ ભજવ્યા જ કરે છે. તે રાગ-દ્વેષ પ્રપંચ કરી આત્માને ફસાવે છે.
ચેતન પણ મોહના ઘેનથી ઘેરાઈ જઈ અનેક પ્રકારનાં પાપાચરણો કરે છે. જે પોતાની વસ્તુ નથી તેને પોતાની માની અનેક પ્રકારની ઉપાધિઓ વહોરે છે. ધર્મ ઉપર ષ અને અધર્મ ઉપર પ્રેમ જન્મે છે. પોતા જેવા અન્ય આત્માઓ ઉપર વૈરભાવ જન્મે છે. કુબુદ્ધિની આવી અવળી ચાલ છે. જેથી ચેતન ચતુર્ગતિરૂપ ચોપાટમાં ફર્યા કરે છે. ચોપાટ=જેને ચાર પટ હોય તે ચોપાટ, ચારેય પટનાં મળીને કુલ છનુ ઘર હોય છે. છ— ઘરમાં સોગઠી ફર્યા કરે છે. વચ્ચે મરી જાય છે. ત્યારે પાછી ફરીવાર બેસે છે. પરંતુ તેનું સાધ્ય ઘર છોડીને વચ્ચેનાં સ્થાનમાં જવાનું છે. ચેતન આ રમતમાં ક્યારેક દેવલોકમાં તો ક્યારેક તિર્યંચગતિમાં જઈ ચડે છે. અને જો ભાન ભૂલે તો નરકનો મહેમાન બને છે. અને જો સાન આવે તો માનવ બને છે. આમ ચાલ્યા જ કરે છે. પણ પ્રાજ્ઞપુરુષો (જાગૃતજનો) આવી રમત રમતાં નિજઘર ભણી ચાલ્યા જાય છે. સદ્ગુરુના ઉપદેશથી આત્મા જ્યારે સભ્યશ્રદ્ધા કરે છે ત્યારે તે સંસારબાનુ જીતવા પ્રયત્ન કરે છે.