________________
૩૦૯
અનુભવ રસ
પદ-૪૯
.
“રંવ વરણો નાદ રે” યોગીશ્રી આનંદઘનજી મહારાજે ચેતના તથા ચેતનના વાર્તાલાપ દ્વારા ચેતનનું શુદ્ધ સ્વરૂપ આ પદમાં જણાવ્યું છે. ચેતના પતિ વિયોગે અત્યંત દુઃખી છે. તે પોતાના દુઃખની કહાણી સુમતિને સંભળાવી રહી છે. સર્વજનના હૃદયને સ્પર્શી જાય તેવી ઘણી જ ઉત્તમ અને રહસ્યભરી વાતો કવિએ પદ સાહિત્ય દ્વારા લોકોની આગળ રજૂ કરી છે. દૈનિક જીવનની વાતોને આટલી ઊંચી ભૂમિકા પર લઈ જઈ કવિએ પોતાની ઉચ્ચદશાનાં પણ દર્શન કરાવ્યાં છે. “સોરઠી રાગ' માં કવિ આ પદમાં કહે છે,
कंचन वरणो नाह रे, मोने कोई मेलावो, अंजन रेख न आंखडी भावे, मंजन शिर पडो दाह रे...मोने...।।
ચેતન, સુમતિને વિજ્ઞપ્તિ કરે છે કે તે પતિ મિલન માટે ઘણાં પાસે ગઈ, બધાને વાત કરી પણ હજુ કાંઈ પરિણામ આવ્યું નથી. વળી બધે નિષ્પક્ષ રહેવા મથી રહી છે પણ તેનું કાંઈ ચાલતું નથી. ચેતના કહે છે કે મારા પતિ તો શુદ્ધ સુવર્ણ જેવા મલરહિત છે. મારે તેને મળવું છે. તેના વિરહે તો મને આંખોમાં અંજન આંજવું પણ ગમતું નથી. શરીરમાં વિરહદાહ એવો લાગ્યો છે કે સ્નાન કરવાથી શરીરની ગરમી શાંત થવાને બદલે તે વધારે દઝાડે છે. હવે મને શારીરિક કોઈ કામમાં રસ રહ્યો નથી. સ્નાન કરવું. વસ્ત્રો પહેરવાં કે શુંગાર કરવો મને એ બધું જ અપ્રિય લાગે છે. જ્યારે સીતાનું અપહરણ કર્યું ત્યારે રામે જે વિરહ અનુભવ્યો હતો તે સહુ જાણે છે. રામે જંગલનાં પશુ-પક્ષીને જ નહિ, અરે! ઝાડ, પાન, ફળ, ફૂલને પણ પૂછયું હતું કે કોઈએ સીતાને જોઈ છે? રામ “સીત' કરતાં ચારે બાજુ ફરતા હતાં. અહીં ચેતના પણ આવી જ સ્થિતિ અનુભવી રહી છે.
આ પદમાં ચેતનને કંચન વરણો કહ્યો છે એટલે જેમ સુવર્ણ શુદ્ધ છે તેમ ચેતન સ્વભાવે તો શુદ્ધ જ છે. તેના આત્મદ્રવ્યનું સ્વરૂપ ત્રણ કાળમાં પણ ફરતું નથી. આત્મસ્વામીની આંખમાં અંજનની રેખા નથી. તેમની આંખોનું તેજ પણ જુદા જ પ્રકારનું છે. તેની આંખો વડે સર્વ વસ્તુ જોઈ